VIDEO: વિરાટ કોહલી હવે ‘વિદેશી’ ખેલાડી? સોશિયલ મીડિયા ટ્રોલિંગ મુદ્દે હસતાં-હસતાં આપ્યો જવાબ

Home » Latest Update » VIDEO: વિરાટ કોહલી હવે ‘વિદેશી’ ખેલાડી? સોશિયલ મીડિયા ટ્રોલિંગ મુદ્દે હસતાં-હસતાં આપ્યો જવાબ
video:-વિરાટ-કોહલી-હવે-‘વિદેશી’-ખેલાડી?-સોશિયલ-મીડિયા-ટ્રોલિંગ-મુદ્દે-હસતાં-હસતાં-આપ્યો-જવાબ

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News

Google News

VIDEO: વિરાટ કોહલી હવે 'વિદેશી' ખેલાડી? સોશિયલ મીડિયા ટ્રોલિંગ મુદ્દે હસતાં-હસતાં આપ્યો જવાબ 1 - image

IPL2026: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી મેદાન પર હોય કે મેદાનની બહાર, તે હંમેશા ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને લઈને એક રમુજી ચર્ચા ચાલી રહી છે કે આ સીઝનમાં RCB 5 વિદેશી ખેલાડીઓ સાથે રમી રહ્યું છે. આ જોક પાછળનું કારણ વિરાટનું લંડન કનેક્શન છે, જેના પર હવે ખુદ વિરાટે મૌન તોડ્યું છે.

શું છે 5 વિદેશી ખેલાડી વાળો જોક?

IPLના નિયમ મુજબ કોઈપણ ટીમ પ્લેઈંગ ઈલેવનમાં 4 થી વધુ વિદેશી ખેલાડીઓ રાખી શકતી નથી. જોકે, વિરાટ કોહલી હવે પોતાનો મોટાભાગનો સમય પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે લંડનમાં વિતાવે છે. આથી ચાહકો સોશિયલ મીડિયા પર મજાકમાં તેને પણ વિદેશી ખેલાડી ગણાવી રહ્યા છે. RCB દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં જ્યારે જાણીતા હોસ્ટ મિસ્ટર નાગ્સએ આ અંગે પૂછ્યું, ત્યારે વિરાટ ખડખડાટ હસી પડ્યો હતો. વિરાટે હસતા હસતા જવાબ આપ્યો: મને કેમ પૂછો છો? વિદેશી ખેલાડીઓને પૂછો. હું વિદેશી ખેલાડી નથી! તેણે સામે હોસ્ટને પણ પૂછ્યું કે, શું તને લાગે છે કે હું ઓવરસીઝ પ્લેયર છું? જેનો જવાબ હોસ્ટ ‘ના’ માં આપ્યો હતો.

આ પણ વાંચો : હોર્મુઝમાં ઈરાનની પકડ નબળી? ભારતનું જહાજ નવા રસ્તેથી સુરક્ષિત પસાર, જાણો શું છે મામલો

બેટથી આપ્યો વિરોધીઓને જવાબ

ભલે સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડતી હોય, પણ મેદાન પર વિરાટ કોહલીનું ફોર્મ અત્યંત આક્રમક છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની ઓપનિંગ મેચમાં જ કોહલીએ પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. 202 રનના લક્ષ્યનો પીછો કરતા વિરાટે માત્ર 38 બોલમાં અણનમ 69 રન ફટકાર્યા હતા જેમાં 5 ચોગ્ગા, 5 છગ્ગાનો સમાવેશ થાય છે. બેંગલુરુએ આ લક્ષ્ય માત્ર 15.4 ઓવરમાં ચેઝ કરી લીધું, જે IPL ઇતિહાસમાં 200+ રનનો સૌથી ઝડપી ચેઝ છે.

નવા રેકોર્ડ્સનો તાજ

આ સીઝનની શરૂઆતમાં જ વિરાટે અનેક માઈલસ્ટોન હાંસલ કર્યા છે. શોએબ મલિકને પાછળ છોડીને વિરાટ હવે T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર એશિયન ક્રિકેટર બની ગયો છે. IPL ઇતિહાસમાં રન ચેઝ દરમિયાન 4,000 રન પૂરા કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. હવે વિરાટની નજર IPL ઇતિહાસમાં 9,000 રનના આંકડાને સ્પર્શવા પર છે.કોહલીના આ ફોર્મને જોઈને લાગી રહ્યું છે કે તે આ સીઝનમાં પોતાના જ જૂના રેકોર્ડ્સ તોડવા માટે મેદાનમાં ઉતર્યો છે.

Leave a Reply

Your email address will not be published.