બુમરાહે IPLમાં પોતાની કારકિર્દીની પહેલી વિકેટ કોની લીધી હતી? 13 વર્ષ પહેલા ડેબ્યૂ મેચમાં કરી હતી કમાલ

Home » Latest Update » બુમરાહે IPLમાં પોતાની કારકિર્દીની પહેલી વિકેટ કોની લીધી હતી? 13 વર્ષ પહેલા ડેબ્યૂ મેચમાં કરી હતી કમાલ
બુમરાહે-iplમાં-પોતાની-કારકિર્દીની-પહેલી-વિકેટ-કોની-લીધી-હતી?-13-વર્ષ-પહેલા-ડેબ્યૂ-મેચમાં-કરી-હતી-કમાલ

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News

Google News

બુમરાહે IPLમાં પોતાની કારકિર્દીની પહેલી વિકેટ કોની લીધી હતી? 13 વર્ષ પહેલા ડેબ્યૂ મેચમાં કરી હતી કમાલ 1 - image

13 Years of Jasprit Bumrah: મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રીત બુમરાહને ગુજરાતની ગલીઓમાંથી શોધી કાઢ્યો હતો. જેમાં વર્ષ 2013માં મુંબઈએ ફાસ્ટ બોલર બુમરાહને ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો હતો. 4 એપ્રિલ, 2013ના રોજ બુમરાહે IPLમાં ડેબ્યૂ કર્યું હતુ. જેમાં મુંબઈએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) સામે બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું હતું. જે સિઝનની બીજી મેચ હતી. બેંગલુરુમાં રમાયેલી મેચમાં મુંબઈના કેપ્ટન રિકી પોન્ટિંગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં બુમરાહે IPLમાં પોતાની કારકિર્દીની પહેલી વિકેટ વિરાટ કોહલીની લઈને કમાલ કરી હતી.

કોહલીએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા

આ મેચમાં RCBની શરૂઆત ખરાબ રહી હતી. તિલકરત્ને દિલશાન ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને ક્રિસ ગેલ(92 રન)એ જવાબદારી સંભાળી અને બીજી વિકેટ માટે 25 રન ઉમેર્યા હતા. જસપ્રીત બુમરાહ દ્વારા ફેંકાયેલી એક જ ઓવરમાં વિરાટ કોહલીએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. જેમાં બુમરાહ મુંબઈ માટે પાંચમી ઓવર નાખવા આવ્યો અને ઓવરના પહેલા જ બોલ પર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે બુમરાહના બીજા બોલ પર પણ વિરાટે ફરી એકવાર ચોગ્ગો માર્યો હતો. ત્રીજો બોલ ડોટ બોલ હતો. ચોથા બોલ પર વિરાટે ફરી ચોગ્ગો ફટકાર્યો હતો. 

વિરાટે ત્રણ ચોગ્ગા ફટકારતા બુમરાહ પર દબાણ વધ્યું હતુ. કોમેન્ટ્રી બોક્સમાં અવાજો આવવા લાગ્યા કે બુમરાહનો ડેબ્યૂ ખરાબ થઈ ગયો છે. જો કે, પાંચમા બોલ પર બુમરાહએ શાનદાર વાપસી કરી હતી. જેમાં બુમરાહએ ક્રીઝથી ઘણા દૂરથી બોલ ફેંકી અને કોહલી શૉટ રમવા માટે આગળ આવ્યો તો બોલ તેના પેડ પર વાગ્યો. એટલાંમાં અમ્પાયરે આંગળી ઉંચી કરી, આમ બુમરાહને તેની પહેલી IPL વિકેટ મળી હતી. 

ડેબ્યૂ મેચમાં બુમરાહે 3 વિકેટ લીધી

બુમરાહે IPLમાં પહેલી વિકેટ વિરાટ કોહલીની લીધી હતી. બુમરાહે તેની ડેબ્યૂ મેચમાં જોરદાર બોલિંગે કરીને 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. વિરાટની વિકેટ લીધા બાદ બુમરાહે મયંક અગ્રવાલ અને કરુણ નાયરની વિકેટ લીધી હતી. આ મેચમાં RCBએ પહેલા બેટિંગ કરીને 5 વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા હતા. પરંતુ મુંબઈ આ મેચમાં 2 રનથી હારી હતી. જો કે, આ મેચ પછી બુમરાહનો ઉદય થયો હતો. 

આ પણ વાંચો: ‘દરેક મેચમાં રન નથી બનતા…’, સંજુ સેમસનના ખરાબ ફોર્મ પર CSKના કોચનું સૂચક નિવેદન

બુમરાહ દિલ્હી સામે જો એક વિકેટ લેવામાં સફળ રહે છે તો IPLમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ફાસ્ટ બોલર અને ઓવરઓલ ત્રીજો બોલર્સ બનશે. ભુવનેશ્વર કુમાર 199 વિકેટ સાથે બુમરાહથી આગળ છે. જેમાં બુમરાહના નામે 183 વિકેટ છે. 

Leave a Reply

Your email address will not be published.