વર્લ્ડ કપ 2027 માટે હાર્દિક પંડ્યાને મળી મોટી જવાબદારી, BCCIએ કામ માટે તૈયાર રહેવા આપ્યા નિર્દેશ

Home » Latest Update » વર્લ્ડ કપ 2027 માટે હાર્દિક પંડ્યાને મળી મોટી જવાબદારી, BCCIએ કામ માટે તૈયાર રહેવા આપ્યા નિર્દેશ
વર્લ્ડ-કપ-2027-માટે-હાર્દિક-પંડ્યાને-મળી-મોટી-જવાબદારી,-bcciએ-કામ-માટે-તૈયાર-રહેવા-આપ્યા-નિર્દેશ

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News

Google News

વર્લ્ડ કપ 2027 માટે હાર્દિક પંડ્યાને મળી મોટી જવાબદારી, BCCIએ કામ માટે તૈયાર રહેવા આપ્યા નિર્દેશ 1 - image

Hardik Pandya Mission 2027: ટીમ ઈન્ડિયાએ 2023ના વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં મળેલી હાર ભૂલીને હવે 2027ના વર્લ્ડ કપ માટે કમર કસી લીધી છે. દક્ષિણ આફ્રિકામાં યોજાનારા આ મેગા ટૂર્નામેન્ટ માટે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈને મેનેજમેન્ટે એક મોટો નિર્ણય લીધો છે. હાલ IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી કરી રહેલા પંડ્યાને હવે વનડે ક્રિકેટમાં ફુલ ટાઈમ બોલર તરીકે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

હાર્દિકે વધાર્યો વર્કલોડ

રિપોર્ટ્સ અનુસાર, ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સે હાર્દિક પંડ્યાને સ્પષ્ટ કરી દીધું છે કે, 2027ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેણે પોતાની બોલિંગ ક્ષમતા વધારવી પડશે. અહેવાલ મુજબ, પંડ્યાને આગામી વનડે મેચોમાં પોતાના ક્વોટાની પૂરેપૂરી 10 ઓવર નાખવા માટે તૈયાર રહેવા જણાવાયું છે. જોકે દરેક મેચમાં તેની પાસે 10 ઓવર નહીં નખાવવામાં આવે, પરંતુ જ્યારે ટીમમાં સંતુલન જાળવવાની જરૂર હોય ત્યારે તે પૂરો સ્પેલ નાખી શકે તેટલો ફિટ હોવો જોઈએ.

દક્ષિણ આફ્રિકાની પિચો પર પંડ્યા ટ્રમ્પ કાર્ડ

2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકાની ઝડપી અને બાઉન્સી પિચો પર રમાવાનો છે. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર “હાર્દિક પંડ્યા ટીમમાં અદભૂત સંતુલન લાવે છે. દક્ષિણ આફ્રિકાની પિચો પર તેની બોલિંગ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. મેનેજમેન્ટ ઈચ્છે છે કે, તે સિલેક્ટર્સને વિશ્વાસ અપાવે કે જ્યારે જરૂર પડશે ત્યારે તે 10 ઓવર નાખવા સક્ષમ છે. સામાન્ય રીતે કેપ્ટન તેની પાસે 7 ઓવર નખાવશે, પણ પ્લાન-બી તરીકે 10 ઓવરની તૈયારી હોવી જરૂરી છે.”

આ પણ વાંચો: બુમરાહે IPLમાં પોતાની કારકિર્દીની પહેલી વિકેટ કોની લીધી હતી? 13 વર્ષ પહેલા ડેબ્યૂ મેચમાં કરી હતી કમાલ

બોલિંગ એક્શન અને પેસ પર કામ

પોતાના વર્કલોડને મેનેજ કરવા માટે હાર્દિકે અત્યારથી જ મહેનત શરૂ કરી દીધી છે. તેણે પોતાની બોલિંગ એક્શનમાં સુધારો કર્યો છે. જેથી વિવિધતા લાવતી વખતે તેની પેસમાં ઘટાડો ન થાય. તાજેતરમાં IPL દરમિયાન તેણે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા આરામ કર્યો હતો. જે તેના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે શરીરને રીકવર કરવાનો એક ભાગ હતો.

વર્લ્ડ કપનું સપનું હજુ બાકી

2023માં ભારત ઘરઆંગણે ચેમ્પિયન બનતા રહી ગયું હતું. તે હારનો બદલો લેવા અને આઈસીસી ટ્રોફીનો દુષ્કાળ ખતમ કરવા માટે હાર્દિક પંડ્યાની ફિટનેસ અને બોલિંગ અત્યંત મહત્વની બની રહેશે. જો પંડ્યા 10 ઓવર નાખવામાં સફળ રહે છે, તો ભારત વધારાના બેટ્સમેન અથવા સ્પિનર સાથે મેદાનમાં ઉતરી શકશે, જે ટીમને મજબૂતી આપશે.

Leave a Reply

Your email address will not be published.