હાર્દિક પંડ્યાને શું થયું? દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ગેરહાજરી, સામે આવ્યું સાચું કારણ

Home » Latest Update » હાર્દિક પંડ્યાને શું થયું? દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ગેરહાજરી, સામે આવ્યું સાચું કારણ
હાર્દિક-પંડ્યાને-શું-થયું?-દિલ્હી-કેપિટલ્સ-સામેની-મેચમાં-ગેરહાજરી,-સામે-આવ્યું-સાચું-કારણ

હાર્દિક પંડ્યાને શું થયું? દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ગેરહાજરી, સામે આવ્યું સાચું કારણ

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News

Google News

હાર્દિક પંડ્યાને શું થયું? દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ગેરહાજરી, સામે આવ્યું સાચું કારણ 1 - image

Suryakumar Yadav On Hardik Pandya : ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ટીમ દિલ્હી કેપિટલ્સ(DC) અને મુંબઈ ઇન્ડિયન્સ(MI) વચ્ચે શનિવારે(4 એપ્રિલ) મેચ રમાઈ હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, દિલ્હી કેપિટલ્સ કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવે કર્યું હતું. નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા આ મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. આમ, દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હાર્દિક પંડ્યા કેમ ગેરહાજર રહ્યો, તેનું સાચું કારણ સામે આવ્યું છે.

હાર્દિકની તબિયત ઠીક નથી: સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવએ ટોસ દરમિયાન હાર્દિક પંડ્યાને લઈને અપટેડ શેર કરી હતી. જેમાં સૂર્યાએ કહ્યું હતું કે, ‘હાર્દિકની તબિયત ઠીક નથી અને તેને સારુ ન હોવાથી મેચ માટે તે ફિટ ન હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) સામે જીત બાદ ટીમમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ દિલ્હીની પરિસ્થિતિ વાનખેડેથી અલગ છે અને ટીમને જવાબદારી સાથે રમવુ પડશે.’

બેટિંગ માટે પિચને અનુકૂળ ગણાવતા સૂર્યકુમારે કહ્યું કે, ‘ટીમ પહેલા બેટિંગ કરવા માટે તૈયાર છે.’ ટોસ દરમિયાન અક્ષર પટેલે કહ્યું કે, અમારી ટીમની આ પહેલી ઘરઆંગણે મેચ છે અને પિચના વ્યવહારને સમજવા માગે છે.’ અક્ષરે જણાવ્યું કે, વિકેટ થોડી સૂકી અને કઠિન દેખાઈ રહી છે, તેવામાં લક્ષય પીછો કરવો એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.

અક્ષર પટેલે શું કહ્યું?

વધુમાં અક્ષર પટેલે કહ્યું કે, ’26/4ની સ્થિતિથી મેચ જીતવી એ ટીમ માટે આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. દિલ્હીએ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફારો કર્યા છે.’

હાર્દિક પંડ્યાના સ્થાને દિપક ચહરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો, જ્યારે ટ્રેન્ટ બોલ્ટના સ્થાને કોર્બિન બોશને તક આપવામાં આવી હતી. અલ્લાહ ગઝનફરની જગ્યાએ મિશેલ સેન્ટનરને સ્થાન આપવામાં આવ્યું. દિલ્હીની ટીમે તેમના હોમ-ગ્રાઉન્ડનો ફાયદા ઉઠાવવા ઉતરી છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સ નિયમિત કેપ્ટન વિના તેમની ટીમનું કોમ્બિનેશન બનાવવું પડ્યું હતું.

આ પણ વાંચો: IPL 2026: દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટથી હરાવ્યું, સમીર રિઝવીના તોફાની 90 રન

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસંકા, નીતિશ રાણા, અક્ષર પટેલ(કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપ્રજ નિગમ, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી. નટરાજન અને મુકેશ કુમાર.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, રયાન રિકેલ્ટન(વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), નમન ધીર, શેરફેન રદરફોર્ડ, મિચેલ સેન્ટનર, કોર્બીન બોશ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને જસપ્રિત બુમરાહ.

Leave a Reply

Your email address will not be published.