Updated: Apr 5th, 2026
GS TEAM

IPL 2026, RCB vs CSK : આઈપીએલ 2026ના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ શાનદાર પ્રદર્શન કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 43 રને પરાજય આપ્યો છે. દેવદત્ત પડિક્કલ અને ટીમ ડેવિડની તોફાની અડધી સદીઓની મદદથી RCBએ 20 ઓવરમાં 3 વિકેટે 250 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ચેન્નાઈની ટીમ 19.4 ઓવરમાં 207 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. CSK માટે સરફરાજ ખાને 50 રન ફટકાર્યા હતા.
ભુવનેશ્વર કુમારનો ઐતિહાસિક રેકોર્ડ
આ મેચમાં RCBના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ઈતિહાસ રચી દીધો છે. તેણે IPL કરિયરમાં પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી છે. ભુવનેશ્વર IPL ઈતિહાસમાં 200 વિકેટ લેનારો દુનિયાનો પ્રથમ ફાસ્ટ બોલર અને એકંદર બીજો બોલર બન્યો છે. આ યાદીમાં યુઝવેન્દ્ર ચહલ (224 વિકેટ) પ્રથમ સ્થાને છે.
IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોચના બોલરો:
- યુઝવેન્દ્ર ચહલ: 224 વિકેટ
- ભુવનેશ્વર કુમાર: 202 વિકેટ
- સુનીલ નરેન: 193 વિકેટ
- પીયૂષ ચાવલા: 192 વિકેટ
- આર. અશ્વિન: 187 વિકેટ

અંતિમ 5 ઓવરમાં રનનો વિસ્ફોટ
RCBના બેટ્સમેનોએ મેચની છેલ્લી 5 ઓવરમાં આક્રમક બેટિંગ કરતા 97 રન ઝૂડ્યા હતા. IPL ઈતિહાસમાં ડેથ ઓવર્સમાં આ સંયુક્ત રીતે બીજો સૌથી મોટો સ્કોર છે. રજત પાટીદાર અણનમ 48 રન અને ટીમ ડેવિડ અણનમ 70 રન ફટકારી મોટી ભાગીદારી નોંધાવી હતી.
આ પણ વાંચો : IPL 2026: T20 ક્રિકેટમાં વિરાટ કોહલીના નામે નવો વર્લ્ડ રેકોર્ડ, રોહિત શર્માને પણ છોડ્યો પાછળ!
સિક્સનો નવો રેકોર્ડ
આ મેચમાં RCBની ઈનિંગ દરમિયાન કુલ 19 છક્કા લાગ્યા હતા. આ સાથે જ RCBએ કોઈ એક ટીમ સામે સૌથી વધુ સિક્સર મારવાના મામલે કોલકાતા (17) અને રાજસ્થાન (17) નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ટીમ ડેવિડે સૌથી વધુ 8 અને રજત પાટીદારે 6 છક્કા ફટકાર્યા હતા.
આ પણ વાંચો : IPL 2026: હજુ કેટલી મેચ નહીં રમી શકે શુભમન ગિલ? ગુજરાત ટાઇટન્સે આપી અપડેટ, ફેન્સ ચિંતામાં

Leave a Reply