બાંગ્લાદેશ ક્રિકેટમાં ઉથલપાથલ : મેચ ફિક્સિંગ મામલે 7 ખેલાડી પર પ્રતિબંધ, BBC અધ્યક્ષને પણ હાંકી કાઢ્યા

Home » Latest Update » બાંગ્લાદેશ ક્રિકેટમાં ઉથલપાથલ : મેચ ફિક્સિંગ મામલે 7 ખેલાડી પર પ્રતિબંધ, BBC અધ્યક્ષને પણ હાંકી કાઢ્યા
બાંગ્લાદેશ-ક્રિકેટમાં-ઉથલપાથલ-:-મેચ-ફિક્સિંગ-મામલે-7-ખેલાડી-પર-પ્રતિબંધ,-bbc-અધ્યક્ષને-પણ-હાંકી-કાઢ્યા

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News

Google News

બાંગ્લાદેશ ક્રિકેટમાં ઉથલપાથલ : મેચ ફિક્સિંગ મામલે 7 ખેલાડી પર પ્રતિબંધ, BBC અધ્યક્ષને પણ હાંકી કાઢ્યા 1 - image

Bangladesh Cricket Controversy : બાંગ્લાદેશ ક્રિકેટ અત્યારે ગંભીર સંકટ અને વિવાદોમાં ફસાયું છે. ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હવે મેચ ફિક્સિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઘટનામાં સાત ખેલાડીઓ પર પ્રતિબંધ ઝિંકાયો છે. આ ઉપરાંત સરકારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BBC)ના અધ્યક્ષને પણ પદ પરથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.

7 ખેલાડી જાણીજોઈને આઉટ થયા, પ્રતિબંધ

સીજેકેએસ (CJKS) ટેલેન્ટ કપ 2026 દરમિયાન શંકાસ્પદ રીતે આઉટ થવા બદલ તપાસ બાદ બાંગ્લાદેશના સાત ખેલાડીઓને મેચ ફિક્સિંગના દોષિત ઠેરવી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં સાકિબ હુસૈન, ઓબેદુલ આલમ, ઓમર ફારુક, તિન ધાર, માહિર અનવર, મોહમ્મદ ઈકબાલ અને નજમુલ ઈસ્લામનો સમાવેશ થાય છે. આ કૌભાંડમાં માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ કોચ અમીનુલ હક પર પણ શિસ્તભંગની કાર્યવાહી કરીને તમામ ક્રિકેટ ગતિવિધિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને નોઆખલી એક્સપ્રેસ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા લોકોની પણ ફિક્સિંગમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો : આવું ક્યારેય નથી જોયું… કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ

વિવાદ વચ્ચે BCB અધ્યક્ષની હકાલપટ્ટી

બાંગ્લાદેશ ક્રિકેટમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે સરકારે મોટો નિર્ણય લેતા BCBના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલને પદ પરથી હટાવી દીધા છે. તેમના સ્થાને હવે પૂર્વ દિગ્ગજ ખેલાડી તમીમ ઈકબાલને બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અમીનુલના કાર્યકાળ દરમિયાન ભારત ખાતે રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં ટીમ ન મોકલવાના વિવાદાસ્પદ નિર્ણય અને ફિક્સિંગના મામલાઓને જોતા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ

Leave a Reply

Your email address will not be published.