VIDEO: ‘ભારતનો સૌથી ખતરનાક બેટર બનાવી દઈશ’, મુકુલ ચૌધરીને લઈને LSGના કોચની મોટી ભવિષ્યવાણી

Home » Latest Update » VIDEO: ‘ભારતનો સૌથી ખતરનાક બેટર બનાવી દઈશ’, મુકુલ ચૌધરીને લઈને LSGના કોચની મોટી ભવિષ્યવાણી
video:-‘ભારતનો-સૌથી-ખતરનાક-બેટર-બનાવી-દઈશ’,-મુકુલ-ચૌધરીને-લઈને-lsgના-કોચની-મોટી-ભવિષ્યવાણી

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News

Google News

VIDEO: 'ભારતનો સૌથી ખતરનાક બેટર બનાવી દઈશ', મુકુલ ચૌધરીને લઈને LSGના કોચની મોટી ભવિષ્યવાણી 1 - image

Justin Langer on Mukul Choudhary: લખનઉ સુપર જાયન્ટ્સ(LSG)ના 21 વર્ષીય યુવા બેટર મુકુલ ચૌધરીએ IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) સામે જોરદાર ઈનિંગ્સ રમી હતી. જેમાં બેટરે 27 બોલમાં 54 રન કર્યા હતા. આ ઈનિંગ્સ પછી ક્રિકેટ ક્ષેત્રે મુકુલ ચૌધરી ચર્ચામાં છવાયા છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં પર એક વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં IPL શરૂ થયાના પહેલા LSGના કોચ જસ્ટિન લેંગરે મુકુલને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થતી જોવા મળી રહી છે.

જસ્ટિન લેંગરે મુકુલ ચૌધરી વિશે શું કહ્યું?

મુકુલ ચૌધરી વિશે લેંગરે પહેલાથી જ ભવિષ્યવાણી કરી હતી કે, ‘મુકુલને ભારતનો સૌથી ખતરનાક 6 કે 7 નંબરનો બેટર બનાવી દઈશ.’ KKR સામે મુકુલ ચૌધરીની શાનદાર ઇનિંગ્સ બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. LSGએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. 

મુકુલ ચૌધરીએ મુશ્કેલ સમયમાં શાનદાર ઇનિંગ્સ રમી

મુકુલ ચૌધરીની KKR સામેની ઇનિંગ્સ વિશે વાત કરીએ તો, ટીમ જ્યારે મુશ્કેલીમાં હતી ત્યારે મુકુલ બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. આ સમયે ટીમે 7 વિકેટ ગુમાવી દીધી હતી અને જીતવા માટે 50થી વધુ રનની જરૂર હતી. જેમાં મુકુલે માત્ર 27 બોલમાં 54 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. ઇનિંગ્સ દરમિયાન મુકુલે 7 જોરદાર સિક્સર ફટકારી હતી. જેમાં KKRના ઝડપી બોલરો કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરાને નિશાન બનાવીને મુકુલે મેદાનના દરેક ખૂણામાં શૉટ રમ્યા હતા અને તેનો 200નો સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો હતો. 

આ પણ વાંચો: પરિવારની પરિસ્થિતિના કારણે મારા પિતા…, IPLમાં રાતોરાત સ્ટાર બન્યા બાદ મુકુલ ચૌધરી થયો ભાવુક!

મુકુલ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં ઇનિંગ વિશે વાત કરતાં કહ્યું કે, ‘બાળપણથી જ મોટા શોટ રમવાનો અભ્યાસ કર્યો છે. હું દરરોજ 100 થી 150 છગ્ગા મારવાનો પ્રયાસ કરતો હતો. હું ધોનીને બેટિંગ કરતા જોતો હતો, એમાં પણ ખાસ કરીને જે રીતે તેઓ ઇનિંગ પૂરી કરતા હતા. તેઓ યોર્કર બોલ પર છગ્ગા પણ મારતા. ફિનિશર તરીકે હું પોતે પણ તે જ કરવાનો પ્રયાસ કરું છું.’

Leave a Reply

Your email address will not be published.