IPL 2026: રાજસ્થાન રોયલ્સ મોટા વિવાદમાં, ડગઆઉટમાં મેનેજર ફોન વાપરતા ઝડપાયા

Home » Latest Update » IPL 2026: રાજસ્થાન રોયલ્સ મોટા વિવાદમાં, ડગઆઉટમાં મેનેજર ફોન વાપરતા ઝડપાયા
ipl-2026:-રાજસ્થાન-રોયલ્સ-મોટા-વિવાદમાં,-ડગઆઉટમાં-મેનેજર-ફોન-વાપરતા-ઝડપાયા

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News

Google News

IPL 2026: રાજસ્થાન રોયલ્સ મોટા વિવાદમાં, ડગઆઉટમાં મેનેજર ફોન વાપરતા ઝડપાયા 1 - image

Rajasthan Royals Manager Caught Using Phone in Dugout: આઈપીએલ 2026માં સતત ચાર જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 પર રહેલી રાજસ્થાન રોયલ્સ (RR) ની ટીમ એક ગંભીર વિવાદમાં ફસાઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચ દરમિયાન ટીમના મેનેજર રોમી ભીંડર ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કેમેરામાં ઝડપાઈ ગયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે.

લલિત મોદીએ વ્યક્ત કરી આશ્ચર્ય

આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ આ મામલે બીસીસીઆઈ (BCCI) અને એન્ટી કરપ્શન યુનિટ (ACU) ને આડે હાથ લીધા છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા મોદીએ લખ્યું, “આ બિલકુલ સ્વીકાર્ય નથી. ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર ક્યાં હતું?” તેમણે સવાલ ઉઠાવ્યો કે પ્લેયર્સ અને મેચ ઓફિશિયલ એરિયા (PMOA) માં ફોન લઈ જવાની મંજૂરી કેવી રીતે મળી શકે?

શું બની હતી ઘટના?

ઘટના ત્યારે બની જ્યારે યુવા બેટર વૈભવ સૂર્યવંશી આઉટ થઈને ડગઆઉટમાં પરત ફર્યો હતો. જ્યારે કેમેરા વૈભવને કવર કરી રહ્યો હતો, ત્યારે તેની બાજુમાં બેઠેલા મેનેજર રોમી ભીંડર પોતાના ફોન પર કંઈક ટાઈપ કરતા જોવા મળ્યા હતા. ફોનની સ્ક્રીન સ્પષ્ટપણે ચમકી રહી હતી, જે નિયમોનું સીધું ઉલ્લંઘન છે.

શું કહે છે IPL ના નિયમો?

IPL ના નિયમો મુજબ, ડગઆઉટ એ PMOA નો ભાગ છે અને ત્યાં મોબાઈલ ફોન કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે.

ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે સ્ટેડિયમ પહોંચતા જ ફોન અને સ્માર્ટવોચ સ્વીચ ઓફ કરીને સિક્યુરિટી ઓફિસરને સોંપવાના હોય છે.

ટીમ મેનેજર ડ્રેસિંગ રૂમમાં ફોન વાપરી શકે છે, પરંતુ ડગઆઉટમાં નહીં.

માત્ર ટીમના એનાલિસ્ટને જ ડેટા એનાલિસિસ માટે લેપટોપ વાપરવાની મંજૂરી હોય છે.

રાજસ્થાન રોયલ્સ અત્યારે શાનદાર ફોર્મમાં છે, પરંતુ આ વિવાદ તેમની મુશ્કેલીઓ વધારી શકે છે. જો આ મામલે તપાસ થશે તો ટીમ પર દંડ કે અન્ય પ્રતિબંધો પણ આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.