પંડ્યા બ્રધર્સ વચ્ચે ઓલ ઈઝ નોટ વેલ? મેચ બાદ હાથ ન મિલાવ્યા, એગ્રેસિવ સેલિબ્રેશન વાઈરલ

Home » Latest Update » પંડ્યા બ્રધર્સ વચ્ચે ઓલ ઈઝ નોટ વેલ? મેચ બાદ હાથ ન મિલાવ્યા, એગ્રેસિવ સેલિબ્રેશન વાઈરલ
પંડ્યા-બ્રધર્સ-વચ્ચે-ઓલ-ઈઝ-નોટ-વેલ?-મેચ-બાદ-હાથ-ન-મિલાવ્યા,-એગ્રેસિવ-સેલિબ્રેશન-વાઈરલ

પંડ્યા બ્રધર્સ વચ્ચે ઓલ ઈઝ નોટ વેલ? મેચ બાદ હાથ ન મિલાવ્યા, એગ્રેસિવ સેલિબ્રેશન વાઈરલ

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News

Google News

પંડ્યા બ્રધર્સ વચ્ચે ઓલ ઈઝ નોટ વેલ? મેચ બાદ હાથ ન મિલાવ્યા, એગ્રેસિવ સેલિબ્રેશન વાઈરલ 1 - image

IPL 2026 hardik and Krunal News : આઈપીએલ 2026 માં રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની મેચમાં ક્રિકેટપ્રેમીઓને એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો. મેદાન પર હંમેશા મસ્તી-મજાક કરતા જોવા મળતા પંડ્યા ભાઈઓ વચ્ચે આ વખતે ગંભીર તણાવ જોવા મળ્યો, જેના કારણે તેમના અંગત સંબંધોમાં તિરાડ પડી હોવાની અટકળો તેજ થઈ છે.

મેદાન પર જોવા મળી કડવાશ

આ હાઈ-સ્કોરિંગ મેચમાં જ્યારે હાર્દિક અને કૃણાલ આમને-સામને આવ્યા ત્યારે બંનેના વ્યવહારમાં ભાઈચારાની કોઈ ઝલક જોવા મળી નહોતી. કૃણાલે બોલિંગ દરમિયાન હાર્દિકનું સ્વાગત આક્રમક બાઉન્સરથી કર્યું હતું, જેના જવાબમાં હાર્દિકે પણ કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર માત્ર તેની સામે જોયું હતું.

એગ્રેસિવ સેલિબ્રેશન

જ્યારે હાર્દિક પંડ્યા આઉટ થયો, ત્યારે કૃણાલ પંડ્યાએ ખૂબ જ આક્રમક રીતે જશ્ન મનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ફેન્સ તેને બંને ભાઈઓ વચ્ચેના ખરાબ સંબંધોના પુરાવા તરીકે જોઈ રહ્યા છે.

હસ્તધૂનન કરવાનું પણ ટાળ્યું

મેચ પૂરી થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે હાર્દિક અને કૃણાલ એકબીજાને મળ્યા નહોતા અને હસ્તધૂનન કરવાનું પણ ટાળ્યું હતું. અગાઉની મેચોમાં બંને વચ્ચે જોવા મળતી આત્મીયતા આ વખતે ગાયબ હતી, જે ચર્ચાનો વિષય બની છે.

સંબંધોમાં ખટાશના સંકેતો

અહેવાલો મુજબ, આ અટકળો લાંબા સમયથી ચાલી રહી છે:

ટી20 વર્લ્ડ કપમાં હાર્દિકના શાનદાર પ્રદર્શન બાદ કૃણાલ તરફથી કોઈ ખાસ પ્રતિક્રિયા આવી નહોતી.

સોશિયલ મીડિયા પર પણ બંને એકબીજાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનું ટાળતા જોવા મળ્યા છે.

જોકે, આ મુદ્દે હજુ સુધી પંડ્યા બ્રધર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ વાનખેડેમાં જોવા મળેલી આ ‘ઠંડક’ ઘણું કહી જાય છે.

Leave a Reply

Your email address will not be published.