Sanju Samson World Cup Runs: ભારતને T20 વર્લ્ડ કપ 2026 માં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સંજુ સેમસનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ખાસ સન્માન આપ્યું છે. માર્ચ મહિનાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે સંજુ સેમસનને મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ રેસમાં તેણે ભારતના જ દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહને મ્હાત આપી છે.
સેમિ ફાઇનલ અને ફાઈનલમાં શાનદાર પ્રદર્શન
સંજુ સેમસને આખા વર્લ્ડ કપ દરમિયાન સાતત્યપૂર્ણ બેટિંગ કરી હતી, જેના આંકડા તેની કાબિલિયત દર્શાવે છે. 5 મેચમાં 80.2 ની શાનદાર સરેરાશથી કુલ 321 રન બનાવ્યા. તેણે વર્લ્ડ કપની સેમિ ફાઇનલ અને ફાઈનલ જેવી હાઈ-વોલ્ટેજ મેચોમાં અડધી સદી ફટકારી ભારતને જીત અપાવી હતી.
બુમરાહ સાથેની ટક્કર
જસપ્રીત બુમરાહે પણ વર્લ્ડ કપમાં ઘાતક બોલિંગ કરી હતી. તેણે 8 મેચમાં 14 વિકેટ ઝડપી હતી અને ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો હતો. જોકે, દબાણના સમયે સેમસનની મેચ-વિનિંગ બેટિંગ વધુ પ્રભાવી સાબિત થઈ હતી.
સંજુ સેમસને કહ્યું કે અદ્ભુત ક્ષણ
કોચ અને પસંદગીકારોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો તે માટે હું આભારી છું. વર્લ્ડ કપ જીતવો એ મારા જીવનની સૌથી અમૂલ્ય ક્ષણ છે. – સંજુ સેમસન
મહિલા ક્રિકેટમાં એમિલી કરનો જાદુ
મહિલા પ્લેયર ઓફ ધ મંથની વાત કરીએ તો, ન્યુઝીલેન્ડની કેપ્ટન એમિલી કરને આ એવોર્ડ મળ્યો છે. એમિલીએ ત્રીજી વખત આ સન્માન મેળવ્યું છે. ઝિમ્બાબ્વે સામે તરખાટ મચાવતા તેણે માત્ર ત્રણ મેચમાં 16 વિકેટ ઝડપીને ઈતિહાસ રચ્યો હતો. વનડે શ્રેણીમાં 46 થી વધુની સરેરાશથી 140 રન પણ બનાવ્યા હતા.

Leave a Reply