IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે

Home » Latest Update » IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
ipl-ડેબ્યુની-પ્રથમ-ઓવરમાં-3-વિકેટ-ઝડપનાર-વિશ્વનો-પ્રથમ-બોલર:-જાણો-કોણ-છે-પ્રફુલ-હિંગે

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News

Google News

IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે 1 - image

IPL 2026: આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી અનેક સ્ટાર્સ આવ્યા અને ગયા, પરંતુ જે પરાક્રમ વિદર્ભના 24 વર્ષીય યુવા બોલર પ્રફુલ હિંગેએ કર્યું છે, તે સુવર્ણ અક્ષરે લખાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી પોતાની પ્રથમ મેચ રમી રહેલા પ્રફુલે રાજસ્થાન રોયલ્સ (RR) ના ટોપ ઓર્ડરને માત્ર 6 બોલમાં હચમચાવી નાખ્યો હતો. 

પહેલી ઓવર અને 3 શિકાર આઈપીએલનો અનોખો રેકોર્ડ

આઈપીએલ ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે. જ્યારે કોઈ બોલરે ઇનિંગની પહેલી જ ઓવરમાં 3 વિકેટ ઝડપી હોય. અગાઉ 32 વખત બોલરોએ પ્રથમ ઓવરમાં 2 વિકેટ ઝડપ્યાનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જો કે પ્રફુલ હિંગેએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

વૈભવ સૂર્યવંશીને  ઓવરના બીજા જ બોલ પર ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. 

પોતાની ઓવરનાં ચોથા બોલે જ ધ્રુવ જુરેલને ક્લીન બોલ્ડ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. 

છેલ્લા બોલમાં પ્રોટેરિયસને કેચ આઉટ કરાવીને રાજસ્થાનની કમર તોડી નાખી હતી. 

કેપ્ટન ઇશાન કિશને ડેબ્યૂ કરી રહેલા આ યુવા બોલર પર ભરોસો મૂકીને તેને પહેલી ઓવર સોંપી હતી, અને પ્રફુલે સાબિત કરી દીધું કે તે લાંબી રેસનો ઘોડો છે. એક જ ઓવરમાં 3 વિકેટઝડપી લઇને આઇપીએલમાં અનોખો ઇતિહાસ પણ સ્થાપિ દીધો હતો. 

આ પણ વાંચો : મેસેજ અને વીડિયો ડિલીટ કરવા દબાણ કરાયું! ચહલ વિવાદમાં અભિનેત્રી તાનિયાનો નવો આરોપ

કોણ છે પ્રફુલ હિંગે?

નાગપુરના રહેવાસી પ્રફુલ હિંગેને SRH ટીમે હરાજીમાં તેની બેઝ પ્રાઈઝ ₹30 લાખમાં ખરીદ્યો હતો. તે મીડિયમ ફાસ્ટ બોલર છે અને તેની પાસે બોલિંગમાં ગજબના વેરિએશન છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ જેવી ટીમોએ પણ તેને ટ્રાયલ માટે બોલાવ્યો હતો.

વિદર્ભથી બ્રિસ્બેન સુધીની સફર

પ્રફુલનો ઉછેર વિદર્ભની ક્રિકેટ એકેડેમીમાં થયો છે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેનિંગ પણ મળી છે. 2022 થી તે ચેન્નાઈની પ્રખ્યાત MRF પેસ ફાઉન્ડેશન સાથે જોડાયેલો છે.2024 માં તે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન ગયો હતો, જ્યાં તેણે જોશ હેઝલવુડ અને રિચર્ડસન જેવા દિગ્ગજ બોલરો સાથે પ્રેક્ટિસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.