IPL 2026: પ્રફુલ હિંગેએ રાજસ્થાન રોયલ્સ રગદોળી નાખ્યું!, એક બાદ એક ચાર વિકેટ ખેરવી તરખાટ

Home » Latest Update » IPL 2026: પ્રફુલ હિંગેએ રાજસ્થાન રોયલ્સ રગદોળી નાખ્યું!, એક બાદ એક ચાર વિકેટ ખેરવી તરખાટ
ipl-2026:-પ્રફુલ-હિંગેએ-રાજસ્થાન-રોયલ્સ-રગદોળી-નાખ્યું!,-એક-બાદ-એક-ચાર-વિકેટ-ખેરવી-તરખાટ

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News

Google News

IPL 2026: પ્રફુલ હિંગેએ રાજસ્થાન રોયલ્સ રગદોળી નાખ્યું!, એક બાદ એક ચાર વિકેટ ખેરવી તરખાટ 1 - image

Praful Hinge Bowling: આજે સોમવારે IPL 2026ની 21મી લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થઈ, ઈશાન કિશનની કેપ્ટન્સીમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 216 રન બનાવ્યા હતા. જીત માટે રાજસ્થાનને 217 રનની જરૂર હતી પણ કેપ્ટન રિયાન પરાગની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદનો આસાનીથી 57 રને વિજય થયો. SRHના બોલરોમાં પ્રફુલ હિંગે અને સાકિબ હુસૈનએ 4-4 વિકેટ તો એશાન મલિંગાએ બે વિકેટ ઝડપી રાજસ્થાન રોયલ્સની બેટિંગ લાઈનઅપ સંપૂર્ણ પણે ધ્વસ્ત કરી દીધી હતી.

પ્રફુલ હિંગેએ પ્રથમ ઓવરમાં જ RRની કમર તોડી નાખી હતી. તેણે બીજા જ બોલ પર વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યો હતો. સૂર્યવંશી શોર્ટ પિચ બોલ પર પુલ કરવા માંગતો હતો પરંતુ બોલ હવામાં ઊંચો થયો અને કીપરે કેચ પકડી લીધો. હિંગેએ ચોથા બોલ પર ધ્રુવ જુરેલને બોલ્ડ કર્યો અને અંતિમ બોલ પર લુઆન-ડ્રે પ્રિટોરિયસને નીતીશના હાથે કેચ આઉટ કરાવ્યો. ત્રણેય બેટ્સમેનો ખાતું ખોલાવી શક્યા નહીં.

પ્રફુલ હિંગેએ લીધી 4 વિકેટ

સનરાઇઝર્સ હૈદરાબાદના પ્રફુલ હિંગેએ પ્રથમ ઓવરમાં જ રાજસ્થાન રોયલ્સના ત્રણ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. પહેલા વૈભવ સૂર્યવંશી અને ત્યારબાદ ધ્રુવ જુરેલ અને લુઆન-ડ્રે પ્રિટોરિયસ પણ શૂન્ય રને આઉટ થઈ ગયા હતા. જે બાદ પ્રફુલ્લ હિંગેની ઘાતક બોલિંગ સામે રાજસ્થાનનું બેટિંગ લાઇનઅપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયું, જેમાં તેણે કેપ્ટન રિયાન પરાગને આઉટ કરીને ચોથી સફળતા મેળવી હતી. હિંગેના ઓફ-સ્ટમ્પ બહારના ફૂલ અને વાઈડ બોલ પર મોટો ડ્રાઈવ મારવાના પ્રયાસમાં પરાગ માત્ર 4 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. હૈદરાબાદના અભિષેક શર્માએ વાઈડ સ્લિપમાં શાનદાર રિવર્સ કેચ પકડીને રાજસ્થાનની કમર તોડી નાખી હતી.

કોણ છે પ્રફુલ હિંગે?

24 વર્ષીય પ્રફુલ ઘરેલું ક્રિકેટમાં વિદર્ભ માટે રમે છે અને તે નાગપુરનો રહેવાસી છે. ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ સનરાઇઝર્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સે તેને હરાજી પહેલા ટ્રાયલ માટે બોલાવ્યો હતો. ડેનિયલ વેટોરીની કોચિંગ હેઠળની સનરાઇઝર્સની ટીમને તે ઘણો પસંદ આવ્યો અને તેને ખરીદી લેવામાં આવ્યો. તે ઉનાદકટની જેમ મીડિયમ ફાસ્ટ બોલર છે અને બોલિંગમાં વિવિધતા લાવવા માટે જાણીતો છે.

IPL પાવરપ્લે (ઓવર 1-6) માં 4 કે તેથી વધુ વિકેટ

5/12 – ઇશાંત શર્મા (ડેક્કન ચાર્જર્સ) વિરુદ્ધ KTK, કોચી, 2011

4/11 – શોએબ અખ્તર (KKR) વિરુદ્ધ DC, કોલકાતા, 2008

4/9 – અજીત ચંદીલા (RR) વિરુદ્ધ PWI, જયપુર, 2012

4/8 – ધવલ કુલકર્ણી (GL) વિરુદ્ધ RCB, બેંગલુરુ, 2016 Q1

4/29 – પેટ કમિન્સ (KKR) વિરુદ્ધ RR, દુબઈ, 2020

4/16 – દીપક ચાહર (CSK) વિરુદ્ધ KKR, મુંબઈ WS, 2021

4/7 – મોહમ્મદ શમી (GT) વિરુદ્ધ DC, અમદાવાદ, 2023

4/18 – પ્રફુલ હિંગે (SRH) વિરુદ્ધ RR, હૈદરાબાદ, 2026

હેઝલવુડ અને રિચાર્ડસન સાથે કર્યો અભ્યાસ

પ્રફુલ હિંગે 2022થી ચેન્નાઈના MRF પેસ ફાઉન્ડેશન સાથે જોડાયેલો છે. તે 2024માં 15 દિવસના ડે કેમ્પ માટે બ્રિસ્બેન ગયો હતો. ત્યાં તેણે જોશ હેઝલવુડ અને ઝાય રિચાર્ડસન જેવા અનુભવી ફાસ્ટ બોલરો સાથે બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. એ જ વર્ષે તેને નાગપુર માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવાની તક મળી. તેણે પોન્ડિચેરી સામે ડેબ્યૂ કર્યું હતું અને ઓસ્ટ્રેલિયામાં બોલિંગનો અનુભવ તેના ખૂબ કામ આવ્યો.

સનરાઇઝર્સ હૈદરાબાદે બોર્ડ પર લગાવ્યા 216-6 રન

આ મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 216 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન ઈશાન કિશને સૌથી મોટી ઇનિંગ રમતા 44 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 91 રન સ્કોર કર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 206.82નો રહ્યો હતો. આ સિવાય હેનરિક ક્લાસેને 40 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાન રોયલ્સ માટે જોફ્રા આર્ચરે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published.