Updated: Apr 15th, 2026
GS TEAM

IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની હાલત કફોડી બની છે. ચેન્નાઈના મેદાન પર રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ KKRને 32 રને હરાવીને સિઝનની ચોથી હારનો સ્વાદ ચખાડ્યો છે. KKR અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાંથી એક પણ જીત મેળવી શક્યું નથી, જે ટીમ માટે ચિંતાનો વિષય છે.
પાવરપ્લેમાં બેટિંગ ફ્લોપ રહી
મેચ બાદ કેપ્ટન અજિંક્ય રહાણેએ હારનું મુખ્ય કારણ બેટિંગમાં જોવા મળેલી નબળાઈને ગણાવ્યું હતું. રહાણેએ જણાવ્યું કે, અમારા બોલરોએ શાનદાર વાપસી કરીને CSKને 192 રન પર રોકી દીધું હતું, જે આ વિકેટ પર ચેઝ કરી શકાય તેવો સ્કોર હતો. પરંતુ પાવરપ્લેમાં અમે માત્ર 36-37 રન જ બનાવી શક્યા. બેટિંગમાં કોઈ મોમેન્ટમ ન મળ્યું અને તે જ અમને ભારે પડ્યું. જોકે, રહાણેએ યુવા ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીના વખાણ કર્યા હતા. ત્યાગીએ 148.2 કિમી/કલાકની ઝડપે બોલિંગ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે.
આ પણ વાંચો : યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી
CSKની લય પાછી આવી, નૂર અહેમદની ઘાતક બોલિંગ
બીજી તરફ, CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ટીમની જીતથી સંતુષ્ટ દેખાયા હતા. CSKએ પ્રથમ બેટિંગ કરતા 192/5નો સ્કોર નોંધાવ્યો હતો. બોલિંગમાં નૂર અહેમદે તરખાટ મચાવતા 4 ઓવરમાં માત્ર 21 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જેના કારણે KKRનો રનચેઝ વેરવિખેર થઈ ગયો હતો.
KKR માટે સેમિ ફાઇનલ જેવો પડકાર
KKR માટે હવે દરેક મેચ કરો યા મરો જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે:
14 એપ્રિલ 2026: CSK સામે 32 રને હાર
9 એપ્રિલ 2026: LSG સામે 3 વિકેટે હાર
6 એપ્રિલ 2026: PBKS સામે મેચ રદ (વરસાદ)
2 એપ્રિલ 2026: SRH સામે 65 રને હાર
29 માર્ચ 2026: MI સામે 6 વિકેટે હાર

Leave a Reply