Updated: Apr 23rd, 2026
GS TEAM

Emotional Scenes At Wankhede: IPL 2026ની મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ગુરુવારે(23 એપ્રિલ) મેચ હતી. મેચ દરમિયાન એક ઈમોશનલ સ્ટોરી સામે આવી છે, જેણે ક્રિકેટ ચાહકોને ઈમોશનલ કરી દીધા છે. જેમાં માતાનું નિધન થયું છતા પણ મેદાનમાં ભારે હૈયે CSKનો ખેલાડી ઉતરતા વાનખેડે સ્ટેડિયમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
માતાનું નિધન થયું છતા પણ મેદાનમાં ભારે હૈયે ઉતર્યો CSKનો ખેલાડી
આ મેચ CSKના ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ આવી હતી. મુકેશની માતા પ્રેમ દેવીનું લાંબી બીમારી બાદ નિધન થયું. તેઓ લગભગ એક વર્ષથી ગંભીર રીતે બીમાર હતા અને મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
દુઃખના સમયમાં પણ પોતાની ફરજ નિભાવી
માતાનું નિધન થયું છતા પણ મુકેશ ચૌધરીએ જે નિર્ણય લીધો તે બધાને ખૂબ જ સ્પર્શી ગયો છે. વાનખેડે ખાતે રમાઈ રહેલી મેચ માટે તેણે પોતાની ટીમ માટે મેદાનમાં ઉતરવાનું પસંદ કર્યું હતું અને પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહ્યો હતો. આ કાર્ય તેની હિંમત, સમર્પણ અને પ્રોફેશનલિઝ્મનો પુરાવો બની ગયું છે.
કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતરી ટીમ
મુકેશની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સના તમામ ખેલાડીઓ હાથે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા. આ એક ભાવુક ક્ષણ હતી, જેણે ટીમની અંદરની એકતા પણ દર્શાવી હતી.
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્મા ફરી એકવાર આ મેચ માટે મુંબઈની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે તેમની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો હતો. જેમાં મેથ્યુ શોર્ટની જગ્યાએ પ્રશાંત સોલંકીને તક આપવામાં આવી હતી.
આ પણ વાંચો: MI vs CSK: સંજુ સેમસને 54 બોલમાં સદી ફટકારી, ચાલુ સીઝનની બીજી તો IPLની પાંચમી સદી
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફેન રદરફોર્ડ, મિશેલ સેન્ટનર, જસપ્રિત બુમરાહ, ક્રિશ ભગત, એએમ ગઝનફર, અશ્વિની કુમાર
મુંબઈ ઈન્ડિયન્સ ઈમ્પેક્ટ સબ્સ: વિલ જેક્સ, રાજ બાવા, શાર્દુલ ઠાકુર, ડેનિશ માલેવાર, મયંક માર્કંડે
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: સંજુ સેમસન (વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટોન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ, મુકેશ ચૌધરી
ચેન્નાઈ સુપર કિંગ્સ ઈમ્પેક્ટ સબ્સ: પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, મેટ હેનરી, અકેલ હુસૈન, ઉર્વીલ પટેલ

Leave a Reply