IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મેક્સવેલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! પૃથ્વી શો અને સેમસન પણ પાછળ છૂટ્યા

Home » Latest Update » IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મેક્સવેલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! પૃથ્વી શો અને સેમસન પણ પાછળ છૂટ્યા
ipl-2026:-15-વર્ષના-વૈભવ-સૂર્યવંશીએ-મેક્સવેલનો-વર્લ્ડ-રેકોર્ડ-તોડ્યો!-પૃથ્વી-શો-અને-સેમસન-પણ-પાછળ-છૂટ્યા

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News

Google News

IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મેક્સવેલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! પૃથ્વી શો અને સેમસન પણ પાછળ છૂટ્યા 1 - image

Vaibhav Suryavanshi IPL 2026: આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ (RR)ના યુવા ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. બુધવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાયેલી મેચમાં રાજસ્થાનની 40 રને શાનદાર જીત થઈ હતી. જોકે, આ મેચમાં સૌથી વધુ ચર્ચા 15 વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીની થઈ રહી છે. જેણે માત્ર 8 રન બનાવીને પણ આઈપીએલ ઈતિહાસના બે મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.

500 રન બનાવનાર સૌથી યુવા ખેલાડી

વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ ઈતિહાસમાં 500 રન પૂરા કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બનવાનું બહુમાન મેળવ્યું છે. તેણે પૃથ્વી શોનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 19 વર્ષ અને 164 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં હવે સંજુ સેમસન ત્રીજા ક્રમે પહોંચી ગયો છે.

આ પણ વાંચો : IPL 2026: રાજસ્થાન રોયલ્સમાં જતાં જ રવીન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ, રોહિત-ધોની અને કોહલીના સ્પેશિયલ ક્લબમાં એન્ટ્રી

સૌથી ઝડપી 500 રનનો રેકોર્ડ

વૈભવ હવે આઈપીએલમાં રમેલા બોલની દ્રષ્ટિએ સૌથી ઝડપી 500 રન બનાવનાર ક્રિકેટર બની ગયો છે. તેણે માત્ર 227 બોલમાં આ આંકડો પાર કર્યો છે. આ બાબતે તેણે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ગ્લેન મેક્સવેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે 260 બોલમાં 500 રન પૂરા કર્યા હતા.

વૈભવ સૂર્યવંશીનું અત્યાર સુધીનું પ્રદર્શન

ડાબોડી વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026ની 7 મેચોમાં 254 રન બનાવ્યા છે. ઓવરઓલ આઈપીએલ કરિયરની દ્રષ્ટિએ વૈભવ સૂર્યવંશી 14 મેચ રમ્યો છે. જેમાં 506 રન બનાવ્યા છે. તે 36.14 ની એવરેજથી રમ્યો છે. આ ઉપરાંત 101 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે.  (1 સદી અને 3 અર્ધસદી) વૈભવ માત્ર બેટિંગ જ નહીં, પરંતુ લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ પણ કરે છે. તેના આ પ્રદર્શનને જોતા તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.