ભારત હવે પોતાની નૌસેનાને વિશ્વસ્તરે વધુ શક્તિશાળી બનાવવા તરફ મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે 6 ઓગસ્ટ 2025ના રોજ જાહેર કરેલી ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025) હેઠળ દેશ પોતાનું પહેલું ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’ બનાવશે. આ જહાજ ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવી પડકારરૂપ શક્તિઓ સામે મજબૂત જવાબ...
બિહાર ચૂંટણી 2025: બેઠક વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં મતભેદ, દિલ્હીમાં રાહુલ ગાંધીની બેઠક
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 નજીક આવતા જ રાજ્યના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. ખાસ કરીને મહાગઠબંધનના બે મુખ્ય સાથીઓ રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને મતભેદ ખુલ્લા પડ્યા છે. કોંગ્રેસના કેન્દ્રીય હાઇકમાન્ડે આ પરિસ્થિતિમાં રણનીતિ ઘડવા માટે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ...
નેપાળમાં Gen Z આંદોલન ઉગ્ર, વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપતા રાજકીય સંકટ ઘેરાયો
કાઠમંડુ: નેપાળમાં શરૂ થયેલું Gen Z યુવા આંદોલન આજે વિકરાળ સ્વરૂપે ફાટી નીકળ્યું છે. ગઈકાલે પોલીસ ફાયરિંગમાં 20 આંદોલનકારીઓનાં મોત થયા બાદ દેશભરમાં રોષ વ્યાપી ગયો છે. હિંસક ભીડે સંસદ ભવન, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલનાં નિવાસ તેમજ કેબિનેટ મંત્રીઓના ઘરોમાં આગચંપી કરી હતી. વધતી હિંસા વચ્ચે નેપાળની સેનાએ વડાપ્રધાનને રાજીનામું આપવા દબાણ કર્યું, જેના પગલે વડાપ્રધાન...
દિલ્હી એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન, સંશોધન અને મેડિકલ શિક્ષણમાં મળશે મદદ
નવી દિલ્હી: દિલ્હીની એમ્સને પહેલીવાર ભૂ્રણ દાન મળ્યું છે, જે મેડિકલ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. 32 વર્ષીય વંદના જૈનને પાંચમા મહિનામાં ગર્ભપાત થયો હતો, ત્યારબાદ તેમણે અને તેમના પરિવારજનોે ભૂ્રણ દાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારના આ નિર્ણય બાદ દેહદાન માટે કાર્યરત સમિતિએ એઇમ્સના અધિકારીઓ તથા એનાટોમી વિભાગ સાથે સંપર્ક...
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા...
કચ્છનું હમીરસર તળાવ છલકાયું: ભુજ શહેરમાં કચેરીઓ અને શાળાઓને જાહેર રજા
કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાયું છે. ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવ આજે (8 સપ્ટેમ્બર, 2025) સાંજે 6:30 વાગ્યે ઓવરફ્લો થયું છે. તળાવ છલકાવાની પ્રાચીન પરંપરા અનુસાર, આવતીકાલે મંગળવાર (9 સપ્ટેમ્બર)ના રોજ ભુજ શહેરની તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં એક દિવસ માટે સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે...
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર
આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તે પહેલાં જ બે મહત્વના પક્ષો – કે. ચંદ્રશેખર રાવની ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD)એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. બીઆરએસના અધ્યક્ષ ટી.રામા રાવે કહ્યું કે, ‘રાજ્યમાં યુરિયાની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે અમે...
નેપાળમાં Gen-Z આંદોલન ઉગ્રઃ 19ના મોત, 250થી વધુ ઈજાગ્રસ્ત, ગૃહમંત્રી રમેશ લેખકનું રાજીનામું
કાઠમંડુઃ નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પ્રતિબંધ બાદ ભડકેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. યુવાનો દ્વારા શરૂ કરાયેલ આંદોલનને “Gen-Z આંદોલન” નામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી 19 લોકોના મોત થયા છે અને 250થી વધુ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. કાઠમંડુમાં હજારો વિદ્યાર્થીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા બાદ...
સાવરકુંડલાની પાંચ દીકરીઓએ પિતાને કાંધ આપી અંતિમવિધિ કરી, સમાજને આપ્યો પ્રેરણાદાયક સંદેશ
સાવરકુંડલાના સુથાર સમાજમાં બનેલી એક અનોખી ઘટના સમગ્ર સમાજ માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે. સ્વર્ગસ્થ ધનજીભાઈ બાબુભાઈ સોનિગરા (ઉંમર 75) ના અવસાન પ્રસંગે તેમની પાંચ દીકરીઓએ પિતાને કાંધ આપીને અને અગ્નિદાહ કરીને પરંપરાને નવી દિશા આપી. પરંપરાગત રીતે અંતિમવિધિમાં દીકરાઓ જ કાંધ આપતા હોય છે અને અગ્નિદાહ કરતા હોય છે, પરંતુ ધનજીભાઈને કોઈ પુત્ર ન...
ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106% વરસાદ, 8357 લોકોને કરાયું સ્થળાંતર
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા ચોમાસુ-2025 રિપોર્ટ અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 943 મિ.મી. એટલે કે 106 ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જીવનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રાજ્યના કુલ 392 રસ્તાઓ...









