IPL 2026: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજાને લઈને અપડેટ, જાણો આગામી મેચ રમશે કે નહીં

Home » Latest Update » IPL 2026: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજાને લઈને અપડેટ, જાણો આગામી મેચ રમશે કે નહીં
ipl-2026:-પંજાબ-કિંગ્સના-કેપ્ટન-શ્રેયસ-અય્યરની-ઈજાને-લઈને-અપડેટ,-જાણો-આગામી-મેચ-રમશે-કે-નહીં

IPL 2026: IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મહત્ત્વની મેચ પહેલા પંજાબ કિંગ્સ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર હવે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને તે આગામી મેચમાં રમવા માટે તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ મેચમાં બેટિંગ દરમિયાન અય્યરના હાથમાં બોલ વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, પીટીઆઈના રિપોર્ટ અનુસાર, સ્કેન રિપોર્ટમાં કોઈ ગંભીર ઈજા ન હોવાનું સ્પષ્ટ થતા પંજાબની ટીમે રાહતનો શ્વાસ લીધો છે.

કેવી રીતે થઈ હતી ઈજા?

ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં જ્યારે રાશિદ ખાન 12મી ઓવર ફેંકી રહ્યો હતો, ત્યારે સ્ટ્રાઈક પર રહેલા બેટર કૂપર કોનોલીએ એક જોરદાર શોટ રમ્યો હતો. આ શોટ સીધો નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા શ્રેયસ અય્યરના હાથ પર જઈને વાગ્યો હતો. અય્યરને ખસવાની પણ તક મળી નહોતી અને તે મેદાન પર જ અસહ્ય પીડામાં જોવા મળ્યો હતો. મેડિકલ ટીમે તાત્કાલિક મેદાન પર આવીને તેની તપાસ કરી હતી, જે બાદ તેણે તે મેચમાં બેટિંગ ચાલુ રાખી હતી.

આ પણ વાંચો: 9 બોલમાં 0 અને પછી 47 બોલમાં 70 રન… કોણ છે સમીર રિઝવી જેણે એકલા હાથે બાજી પલટી

3 એપ્રિલે ચેન્નાઈ સામે ટક્કર

પંજાબ કિંગ્સે તેની પ્રથમ મેચમાં ગુજરાતને 3 વિકેટે હરાવીને શાનદાર શરૂઆત કરી છે. આ જીતમાં કૂપર કોનોલીએ 44 બોલમાં અણનમ 72 રન ફટકારીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે પંજાબનો સામનો 3 એપ્રિલે ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. કેપ્ટન શ્રેયસ અય્યરનું ટીમમાં પાછા ફરવું પંજાબની વ્યૂહનીતિ માટે અત્યંત મહત્ત્વનું સાબિત થશે.

IPL 2026: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજાને લઈને અપડેટ, જાણો આગામી મેચ રમશે કે નહીં 2 - image

Leave a Reply

Your email address will not be published.