Rishabh Pant-Sanjiv Goenka Controversy: લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા ફરી એકવાર સવાલોના ઘેરામાં છે. IPL 2026ની દિલ્હી કેપિટલ્સ સામેની પહેલી મેચ હાર્યા બાદ સંજીવ ગોયન્કા કેપ્ટન ઋષભ પંત અને મેદાન પર સપોર્ટ સ્ટાફ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. ચાહકોએ તરત જ આ વાતને KL રાહુલ સાથે જોડી દીધી. ગોયન્કાએ IPL 2024 દરમિયાન રાહુલ સાથે પણ આવું જ વર્તન કર્યું હતું, ત્યારબાદ ભારતીય ખેલાડીએ ફ્રેન્ચાઈઝી છોડી દીધી હતી. હવે પંત સાથે પણ આવું દ વર્તન થતું જોઈને ચાહકો અને ક્રિકેટ પંડિતો નાખુશ છે. લલિત મોદીએ તો સંજીવ ગોયન્કાને IPLમાંથી પ્રતિબંધિત કરવા અને તેમની પાસેથી ઓનરશિપ છીનવી લેવાની વાત કહી દીધી છે.
માઈકલ વૉનની પોસ્ટ
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને આ મુદ્દે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ટુર્નામેન્ટમાં માત્ર એક જ ગેમ થઈ છે. આની કોઈ જરૂર નથી.’
હું હોત તો એને બૅન કરી દેત
વૉનની આ પોસ્ટ પર લલિત મોદીએ લખ્યું કે, જો હું હજુ પણ IPL ચેરમેન અને કમિશનર હોત તો સંજીવ ગોયન્કાને બૅન કરી દેત અને તેમની પાસેથી ઓનરશિપ પણ છીનવી લેત. તેને લઈને એક ક્લોઝ પણ છે.
લલિત મોદીની પોસ્ટ
લલિત મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘મેં તમને કહ્યું હતું કે, આ માણસ સંજીવ ગોયન્કા જે લખનઉ સુપર જાયન્ટ્સના માલિક છે, તે એકદમ લૂઝર અને સૌથી મોટો જોકર છે. હું તેના વર્તનથી ખરેખર શરમ અનુભવું છું. મેં IPL ચાહકો અને ખેલાડીઓ બંને માટે બનાવી છે. આવું દર વર્ષે દર વખતે ન થવું જોઈએ. જો હું હજુ પણ ચેરમેન અને કમિશનર હોત તો હું એને તાત્કાલિક બૅન કરી દેત અને ટીમની ઓનરશિપ કાયમ માટે છીનવી લેત. તે એકદમ ઘમંડી જોકર છે. આ જ કારણસર ફ્રેન્ચાઈઝી એગ્રીમેન્ટમાં એક ક્લોઝ છે. BCCIએ તેને લાગુ કરવી જોઈએ. ઈમાનદારીને સૌથી ઉપર રાખો. સત્તામાં બેઠેલા લોકોની ચાપલુસી કરવી એ તેનાથી બચવાનો રસ્તો નથી. ચાહકો અને ખેલાડી બંનેને યાદ રહેશે.’

Leave a Reply