VIDEO: મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં સૂર્યકુમારે કર્યું ‘ધુરંધર’નું વાઈરલ ડાન્સ સ્ટેપ, લખ્યું,-‘દાદાની સ્ટાઇલ’

Home » Latest Update » VIDEO: મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં સૂર્યકુમારે કર્યું ‘ધુરંધર’નું વાઈરલ ડાન્સ સ્ટેપ, લખ્યું,-‘દાદાની સ્ટાઇલ’
video:-મુંબઈ-ઇન્ડિયન્સની-જર્સીમાં-સૂર્યકુમારે-કર્યું-‘ધુરંધર’નું-વાઈરલ-ડાન્સ-સ્ટેપ,-લખ્યું,-‘દાદાની-સ્ટાઇલ’

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News

Google News

VIRAL VIDEO: સૂર્યકુમારે 'ધુરંધર'ના વાયરલ સોંગ પર કર્યો જોરદાર ડાન્સ, લખ્યું,-'દાદાની સ્ટાઇલ' 1 - image

Suryakumar Yadav Dhurandhar Dance Video: ભારતના ફિલ્મ જગતમાં અત્યારે ચારેતરફ માત્ર ‘ધુરંધર’ (Dhurandhar) ફિલ્મનું જ નામ ગુંજી રહ્યું છે. જનતાને આ મૂવી ખૂબ જ પસંદ આવી રહી છે. હવે આ ફિલ્મનો ક્રેઝ IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી રહેલા ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર પણ ચઢતો જોવા મળી રહ્યો છે. સૂર્યાએ ધુરંધરના પ્રખ્યાત પાત્ર રહેમાન ડકૈતની ડાન્સ સ્ટાઇલ કોપી કરી છે.

રહેમાન ડકૈતની સ્ટાઇલમાં સૂર્યાનો ડાન્સ

મુંબઈ ઇન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં સૂર્યકુમાર યાદવ MIની જર્સી પહેરીને સ્ટેજ પર ચઢતી વખતે રહેમાન ડકૈતની સ્ટાઇલમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો. સૂર્યાનો આ ડાન્સ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ખાસ વાત એ રહી કે સૂર્યાએ ખૂબ જ ઝીણવટથી ડાન્સને કોપી કર્યો છે. વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે,  ‘દાદાની સ્ટાઇલ છે, ફૂલ ધુરંધર મૂડ’

પહેલી મેચમાં કોઈ ખાસ પ્રદર્શન નહીં

મુંબઈની IPL 2026 ની પહેલી મેચમાં સૂર્યાનું બેટ શાંત જોવા મળ્યું હતું. તેણે 8 બોલમાં 3 ચોગ્ગાની મદદથી માત્ર 16 રન સ્કોર કર્યા હતા. હવે એ જોવું રસપ્રદ રહેશે કે તે આખી ટૂર્નામેન્ટમાં કેવું પ્રદર્શન કરે છે.

મુંબઈએ જીતી પહેલી મેચ

મુંબઈએ સિઝનની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમી હતી. આ મેચમાં મુંબઈને 6 વિકેટે જીત મળી હતી. મેચમાં કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 220 રન બોર્ડ પર લગાવ્યા હતા. કેપ્ટન અજિંક્ય રહાણેએ સૌથી મોટી ઇનિંગ રમતા 67 રન બનાવ્યા હતા. રન ચેઝ માટે ઉતરેલી મુંબઈએ તોફાની બેટિંગ કરતા 19.1 ઓવરમાં 224/4 રન બનાવીને જીત મેળવી લીધી હતી. ટીમ માટે રિયાન રિકલ્ટન અને રોહિત શર્માએ મોટી ઇનિંગ્સ રમતા અનુક્રમે 81 અને 78 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ?

મુંબઈની આગામી મેચ

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી વાળી મુંબઈ ઇન્ડિયન્સની આગામી મેચ 04 એપ્રિલ, શનિવારના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ દિવસની મેચ હશે, જેની શરૂઆત ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે થશે.

Leave a Reply

Your email address will not be published.