મેચ હારતા જ ભાંગી પડ્યો ડેવિડ મિલર, પછી કેપ્ટન અક્ષર પટેલની પ્રતિક્રિયાએ દીલ જીત્યાં

Home » Latest Update » મેચ હારતા જ ભાંગી પડ્યો ડેવિડ મિલર, પછી કેપ્ટન અક્ષર પટેલની પ્રતિક્રિયાએ દીલ જીત્યાં
મેચ-હારતા-જ-ભાંગી-પડ્યો-ડેવિડ-મિલર,-પછી-કેપ્ટન-અક્ષર-પટેલની-પ્રતિક્રિયાએ-દીલ-જીત્યાં

મેચ હારતા જ ભાંગી પડ્યો ડેવિડ મિલર, પછી કેપ્ટન અક્ષર પટેલની પ્રતિક્રિયાએ દીલ જીત્યાં

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News

Google News

મેચ હારતા જ ભાંગી પડ્યો ડેવિડ મિલર, પછી કેપ્ટન અક્ષર પટેલની પ્રતિક્રિયાએ દીલ જીત્યાં 1 - image

Image Source: Twitter

IPL 2026, GT vs DC: IPL 2026માં 8 એપ્રિલની રાત્રે ક્રિકેટ ચાહકોને હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના જંગમાં અંતે નસીબ ગુજરાતની તરફેણમાં રહ્યું. છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી ખેંચાયેલા આ મુકાબલામાં ગુજરાતે દિલ્હીને માત્ર 1 રનથી હરાવી આ સીઝનની પોતાની પ્રથમ જીત નોંધાવી છે. પરંતુ ગુજરાત ટાઈટન્સ સામે મળેલી હાર બાદ ડેવિડ મિલર ભાંગી પડ્યો હતો. તેની એક ભૂલના કારણે દિલ્હી કેપિટલ્સે જીતેલી બાજી ગુમાવી દીધી હતી. મિલરને આખી જિંદગી પ્રસિદ્ધ કૃષ્ણના પાંચમા બોલ પર એક સિંગલ ચૂકી જવાનો અફસોસ રહેશે. મેચ હાર્યા બાદ તેની આંખ સામે આખો ફ્લેશબેક ચાલી રહ્યો હશે, તેને પણ એ સમજાય ગયું હતું કે, તે કેટલી મોટી ભૂલ કરી બેઠો છે. હાર બાદ તેને પોતાની ટીમ અને કેપ્ટન સાથે નજર મિલાવવી મુશ્કેલ થઈ ગયુ હતું, પરંતુ ત્યારે કેપ્ટન અક્ષર પટેલે કંઈક એવું કર્યું જેણે બધાનું દિલ જીતી લીધું. IPLએ ખુદ આ ઘટનાનો વીડિયો પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે.

ડેવિડ મિલરના એક નિર્ણયે આખી મેચ પલટી નાખી

મેચની છેલ્લી ઓવરમાં ભારે ડ્રામા સર્જાયો હતો. દિલ્હીને છેલ્લી બે બોલ પર જીતવા માટે માત્ર 2 રનની જરૂર હતી. ક્રીઝ પર ડેવિડ મિલર હતો, જે ઇજા બાદ પરત ફર્યો હતો. પાંચમા બોલે મિલર પાસે સિંગલ લેવાની તક હતી, પરંતુ તેણે રન લેવાની ના પાડી દીધી. આ એક નિર્ણયે આખી મેચ પલટી નાખી. છેલ્લા બોલે મિલર મોટો શોટ ફટકારી શક્યો નહીં અને દિલ્હી જીતથી માત્ર 1 રન દૂર રહી ગયું.

મેચ હાર્યા બાદ ડેવિડ મિલરને સૌપ્રથમ ગુજરાત ટાઈટન્સનો બોલર કાગીસો રબાડા મળવા આવ્યો, જે દક્ષિણ આફ્રિકાની ટીમમાં તેનો સાથી છે. ત્યારબાદ GTના કેપ્ટન શુભમન ગિલ પણ પહોંચ્યો, તેણે મિલરની ઈજા વિશે પૂછ્યું અને તેની ઈનિંગની પ્રશંસા કરી. 

કેપ્ટન અક્ષર પટેલની પ્રતિક્રિયાએ દીલ જીત્યાં

ત્યારબાદ પછી DCના કેપ્ટન અક્ષર પટેલની એન્ટ્રી થઈ. તેણે મિલર સાથે હાથ મિલાવ્યો અને તરત જ તેમના ખભા પર હાથ મૂકીને સમજાવવા લાગ્યો. અક્ષર પટેલ એ જ સમજાવી રહ્યો હશે કે, ક્રિકેટમાં આવું થતું રહે છે, તમે એક મોટા મેચ વિનર છો અને ભવિષ્યમાં અમને ઘણી મેચો જીતાડશો. આમ અક્ષર પટેલની આ પ્રતિક્રિયાએ લોકોના દીલ જીતી લીધા.

અક્ષર પટેલ પણ જાણે છે કે આ ટુર્નામેન્ટ કેટલી લાંબી છે, જો તેના ખેલાડીઓ શરૂઆતમાં જ આત્મવિશ્વાસ ગુમાવી દેશે તો આગળ સમસ્યાઓ આવી શકે છે.

DC vs GTની રોમાંચક મેચ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત આક્રમક રહી હતી. શુભમન ગિલે કેપ્ટન ઇનિંગ રમતા 70 રન બનાવ્યા હતા. તો બીજી તરફ, જોસ બટલરે 27 બોલમાં 52 રનની ફટકાબાજીથી ભરપૂર ઇનિંગ રમી હતી. વોશિંગ્ટન સુંદરે પણ નંબર 4 પર આવીને 30 બોલમાં 55 રનનું યોગદાન આપ્યું હતું. આ ઇનિંગ્સના જોરે ગુજરાત 210 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. દિલ્હીની બોલિંગમાં મુકેશ કુમારે 2 વિકેટ ઝડપી હતી, જ્યારે લુંગી એનગિડી અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.

આ પણ વાંચો: VIDEO: 2 બોલ 2 રન..ડેવિડ મિલરના એક નિર્ણયે દિલ્હીને જીતેલી બાજી હરાવી, IPLમાં મોટો અપસેટ

19મી ઓવર સુધી ટાઇટન્સની રમત સંપૂર્ણપણે નિયંત્રણમાં હતી અને હોમ ટીમ દિલ્હીને છેલ્લી બે ઓવરમાં 36 રનની જરૂર હતી. મિલર અને વિપ્રજની જોડી આગળની સિરાજની ઓવરમાં 23 રન ફટકાર્યા હતા. પ્રસિદ્ધ ક્રિષ્નાએ છેલ્લા છ બોલમાં 13 રનનો બચાવ કરવાનો હતો. વિપ્રજ નિગમ પ્રથમ બોલ પર ચોગ્ગો માર્યા બાદ આઉટ થઈ ગયો હતો, જે બાદ કુલદીપ સ્ટ્રાઈક પર આવ્યો તેને એક રન લીધો, મિલરને છેલ્લા ત્રણ બોલમાં 8 રન બનાવવાના હતા. ત્યારબાદ ચોથા બોલ પર લોન્ગ-ઓફ પર એક મોટો શોટ ફટકારવામાં આવ્યો, જેના કારણે દિલ્હી કેપિટલ્સની જીત લગભગ નક્કી જેવી હતી.

આ પણ વાંચો: 1 રનથી હાર બાદ અક્ષર પટેલનું દર્દ છલકાયું, કહ્યું – મેચ ગુમાવવાનું કારણ મિલર નહીં પણ…

પરંતુ પ્રસિદ્ધ ક્રિષ્નાએ ડેવિડ મિલરને જે પાંચમો બોલ ફેંક્યો, તેના પર કોઈ રન આવ્યો નહીં. શોર્ટ ઓફ લેન્થ બોલને એન્ગલથી રમતા મિલરે ફરીને ડીપ સ્ક્વેર લેગ પર પુલ કર્યો. જ્યારે કુલદીપને પાછો મોકલવામાં આવ્યો ત્યારે તે અડધી પિચ પર હતો. મિલર 1 રન લેવા માગતો ન હતો. જો સ્કોર બરાબર હોત તો સિંગલ મળી ગયો હોત અને જો કુલદીપ ચૂકી પણ ગયો હોત, તો પણ મેચ ટાઈ થઈ જાત. ત્યારબાદ સમીકરણ 1 બોલમાં 2 રન થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published.