IPLમાં સૂર્યવંશીનો ‘વૈભવ’! બનાવ્યો એવો રેકોર્ડ જે તૂટવો અશક્ય, માર્શ અને ક્રિસ લીન જેવા ખેલાડી પછડાયાં

Home » Latest Update » IPLમાં સૂર્યવંશીનો ‘વૈભવ’! બનાવ્યો એવો રેકોર્ડ જે તૂટવો અશક્ય, માર્શ અને ક્રિસ લીન જેવા ખેલાડી પછડાયાં
iplમાં-સૂર્યવંશીનો-‘વૈભવ’!-બનાવ્યો-એવો-રેકોર્ડ-જે-તૂટવો-અશક્ય,-માર્શ-અને-ક્રિસ-લીન-જેવા-ખેલાડી-પછડાયાં

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News

Google News

IPLમાં સૂર્યવંશીનો 'વૈભવ'! બનાવ્યો એવો રેકોર્ડ જે તૂટવો અશક્ય, માર્શ અને ક્રિસ લીન જેવા ખેલાડી પછડાયાં 1 - image

Vaibhav Sooryavanshi Record in IPL 2026: IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે વૈભવ સૂર્યવંશીએ એક એવું પરાક્રમ કરી બતાવ્યું જેની રાહ સમગ્ર ક્રિકેટ જગત જોઈ રહ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં વૈભવનો સામનો પહેલીવાર જસપ્રીત બુમરાહ સાથે થયો હતો.

વૈભવે બુમરાહના પહેલા જ બોલ પર શાનદાર છગ્ગો ફટકારી દીધો હતો. ત્યારબાદ ત્રીજા બોલ પર પણ છગ્ગો ફટકારીને વૈભવે સાબિત કરી દીધું કે, તે અહીં માત્ર એક તુક્કો નથી, પરંતુ ક્રિકેટ જગતમાં મોટું પરાક્રમ કરવા આવ્યો છે, તેનું ઉદાહરણ તેણે મેચ દરમિયાન પણ આપ્યું. જ્યારે આ 15 વર્ષીય ખેલાડીએ માત્ર 14 બોલમાં 39 રનની તોફાની ઈનિંગ રમી, જેમાં તેણે 5 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો.

આ રેકોર્ડ તૂટવો અશક્ય

આ ઈનિંગ દરમિયાન વૈભવે IPLમાં એક એવો રેકોર્ડ બનાવી દીધો છે જેને તોડવો હવે મુશ્કેલ છે. વાસ્તવમાં વૈભવે IPLના ઈતિહાસમાં પોતાની પ્રથમ 10 ઈનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. વૈભવે IPL ઈતિહાસમાં પ્રથમ 10 ઈનિંગ્સમાં અત્યાર સુધીમાં કુલ 35 છગ્ગા ફટકારી ચૂક્યો છે, જે હવે IPLનો એક મહારેકોર્ડ બની ગયો છે.

પ્રથમ 10 ઈનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા

35: વૈભવ સૂર્યવંશી

28: જેક ફ્રેઝર-મેકગર્ક

25: શૉન માર્શ

24: નિતીશ રાણા

22: ક્રિસ લિન

22: પ્રિયાંશ આર્ય

21: ગ્લેન મેક્સવેલ

આ પણ વાંચો: જો ડીલ તૂટશે તો ઈરાન પર ઘાતક કાર્યવાહી કરીશું…’, સીઝફાયર બાદ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી

તમને જણાવી દઈએ કે, આ મામલે બીજા નંબર પર જેક ફ્રેઝર-મેકગર્ક છે, જેણે પોતાના IPL કરિયરમાં પ્રથમ 10 ઈનિંગ્સમાં 28 છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ અહીં અંતર ઘણું વધારે છે. વૈભવે 35 છગ્ગા ફટકાર્યા છે, તો બીજી તરફ જેક ફ્રેઝર-મેકગર્કે 28 છગ્ગા ફટકાર્યા હતા. આનો અર્થ એ કે વૈભવનું આ પરાક્રમ હવે IPLમાં અમર બની ગયું છે. વૈભવ સૂર્યવંશીનો આ રેકોર્ડ તૂટવાની શક્યતા ઓછી છે. કારણ કે વૈભવ જેવા ખેલાડીઓ વિશ્વ ક્રિકેટમાં દુર્લભ છે, ફક્ત કોઈ ચમત્કારિક ખેલાડી જ આ મહારેકોર્ડ તોડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.