1 રનથી હાર બાદ અક્ષર પટેલનું દર્દ છલકાયું, કહ્યું – મેચ ગુમાવવાનું કારણ મિલર નહીં પણ…

Home » Latest Update » 1 રનથી હાર બાદ અક્ષર પટેલનું દર્દ છલકાયું, કહ્યું – મેચ ગુમાવવાનું કારણ મિલર નહીં પણ…
1-રનથી-હાર-બાદ-અક્ષર-પટેલનું-દર્દ-છલકાયું,-કહ્યું-–-મેચ-ગુમાવવાનું-કારણ-મિલર-નહીં-પણ…

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News

Google News

1 રનથી હાર બાદ અક્ષર પટેલનું દર્દ છલકાયું, કહ્યું - મેચ ગુમાવવાનું કારણ મિલર નહીં પણ... 1 - image

IPL 2026: આઈપીએલ 2026માં 8 એપ્રિલની રાત્રે ક્રિકેટ ચાહકોને હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના જંગમાં અંતે નસીબ ગુજરાતની તરફેણમાં રહ્યું. છેલ્લા ઓવરના છેલ્લા બોલ સુધી ખેંચાયેલા આ મુકાબલામાં ગુજરાતે દિલ્હીને માત્ર 1 રનથી હરાવી આ સીઝનની પોતાની પ્રથમ જીત નોંધાવી છે.

કેએલ રાહુલની 92 રનની લડાયક ઇનિંગ એળે ગઈ

દિલ્હી કેપિટલ્સ માટે કેએલ રાહુલે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે 92 રન ફટકારીને ટીમને જીતની ઉંબરે લાવી દીધી હતી. રાહુલ અને પથુમ નિસાંકાએ પ્રથમ વિકેટ માટે 76 રનની મજબૂત ભાગીદારી કરી હતી. નિસાંકાના આઉટ થયા બાદ પણ રાહુલે એક છેડો મજબૂતીથી સાચવી રાખ્યો હતો અને રન રેટને ઘટવા દીધો ન હતો, પરંતુ કમનસીબે તે ટીમને જીત અપાવી શક્યો નહીં.

મેચનો ટર્નિંગ પોઈન્ટ મિલરની એક ભૂલ

મેચની છેલ્લી ઓવરમાં ભારે ડ્રામા સર્જાયો હતો. દિલ્હીને છેલ્લી બે બોલ પર જીતવા માટે માત્ર 2 રનની જરૂર હતી. ક્રીઝ પર ડેવિડ મિલર હતો, જે ઇજા બાદ પરત ફર્યો હતો. પાંચમા બોલે મિલર પાસે સિંગલ લેવાની તક હતી, પરંતુ તેણે રન લેવાની ના પાડી દીધી. આ એક નિર્ણયે આખી મેચ પલટી નાખી. છેલ્લા બોલે મિલર મોટો શોટ ફટકારી શક્યો નહીં અને દિલ્હી જીતથી માત્ર 1 રન દૂર રહી ગયું.

આ પણ વાંચો: VIDEO: 2 બોલ 2 રન..ડેવિડ મિલરના એક નિર્ણયે દિલ્હીને જીતેલી બાજી હરાવી, IPLમાં મોટો અપસેટ

રાશિદ ખાનની ઘાતક બોલિંગ

ગુજરાતની જીતમાં સ્ટાર સ્પિનર રાશિદ ખાન ફરી એકવાર એક્સ-ફેક્ટર સાબિત થયો. હાઈ-સ્કોરિંગ મેચમાં જ્યાં બેટ્સમેનો રન લૂંટી રહ્યા હતા, ત્યાં રાશિદે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 3 મહત્ત્વની વિકેટો ઝડપી હતી. તેના આ સ્પેલને કારણે જ ગુજરાત 210 રનનો સ્કોર ડિફેન્ડ કરવામાં સફળ રહ્યું.

શું બોલ્યા કેપ્ટન?

અક્ષર પટેલ (દિલ્હી કેપિટલ્સ): અમે સારું ક્રિકેટ રમ્યા, પણ મહત્ત્વના સમયે વિકેટ ગુમાવવી અમને ભારે પડી. કેએલ રાહુલે અદભૂત બેટિંગ કરી અને મોમેન્ટમ જાળવી રાખ્યું હતું, પણ છેલ્લે અમે ચૂક કરી.

શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ): અમને વિશ્વાસ હતો કે 210 રનનો સ્કોર આ પિચ પર પૂરતો છે. ફિલ્ડિંગમાં નાની ભૂલો થઈ પણ અંતે અમે નર્વ્સ પર કાબૂ રાખ્યો અને જીત મેળવી.

Leave a Reply

Your email address will not be published.