ભારતીય ક્રિકેટનો એક યુગ આથમ્યો! સૌથી વયોવૃદ્ધ પૂર્વ ખેલાડીનું 96 વર્ષની વયે નિધન

Home » Latest Update » ભારતીય ક્રિકેટનો એક યુગ આથમ્યો! સૌથી વયોવૃદ્ધ પૂર્વ ખેલાડીનું 96 વર્ષની વયે નિધન
ભારતીય-ક્રિકેટનો-એક-યુગ-આથમ્યો!-સૌથી-વયોવૃદ્ધ-પૂર્વ-ખેલાડીનું-96-વર્ષની-વયે-નિધન

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News

Google News

ભારતીય ક્રિકેટનો એક યુગ આથમ્યો! સૌથી વયોવૃદ્ધ પૂર્વ ખેલાડીનું 96 વર્ષની વયે નિધન 1 - image

Oldest Test Cricketer CD Gopinath Death: IPL 2026 સિઝન દરમિયાન ભારતીય ક્રિકેટને મોટો ફટકો પડ્યો છે. ભારતના સૌથી વયોવૃદ્ધ પૂર્વ ક્રિકેટર સી.ડી. ગોપીનાથનું નિધન થયું છે. તેમણે 9 એપ્રિલ, 2026ના રોજ ચેન્નાઈમાં 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. સી.ડી. ગોપીનાથ દેશની પહેલી ટેસ્ટ જીત મેળવનાર ભારતીય ટીમના છેલ્લા જીવિત સભ્ય હતા. તેમના અવસાન પછી 95 વર્ષીય ચંદ્રકાંત પટણકર હવે ભારતના સૌથી વયોવૃદ્ધ જીવિત ટેસ્ટ ક્રિકેટર બની ગયા છે.

સી.ડી. ગોપીનાથનું 96 વર્ષની વયે નિધન 

ગોપીનાથનો જન્મ 1 માર્ચ, 1930ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેમણે 1951માં બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેમની કારકિર્દી દરમિયાન કુલ 8 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં 12 ઇનિંગ્સમાં 242 રન બનાવ્યા હતા. તેમની ટેસ્ટ સરેરાશ 20.17 હતી અને બેસ્ટ સ્કોર અણનમ 50 રન હતો. ટેસ્ટ ક્રિકેટ ઉપરાંત ગોપીનાથે મદ્રાસ માટે 83 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી, જેમાં 42.16ની સરેરાશથી 4,259 રન બનાવ્યા હતા. 1954-55 રણજી ટ્રોફી ફાઇનલમાં તેમણે સદી ફટકારીને મદ્રાસ માટે પ્રથમ વખત ટાઇટલ અપાવવામાં અહમ ભૂમિકા ભજવી હતી.

વર્ષ 1952માં ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ભારતની પહેલી ટેસ્ટ જીતમાં ગોપીનાથનું સૌથી યાદગાર યોગદાન રહ્યું હતું. આ મેચમાં તેઓ આઠમા નંબરે બેટિંગ કરવા આવ્યા હતા. તેઓ તે ઐતિહાસિક ટીમના છેલ્લા જીવિત ખેલાડી હતા. વર્ષ 1960માં ઓસ્ટ્રેલિયા સામે ઈડન ગાર્ડન્સમાં ગોપીનાથ છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા હતા. 

આ પણ વાંચો: VIDEO: પાકિસ્તાન સુપર લીગમાં કોહલીનું નામ સાંભળીને ભડકી ઉઠ્યો બાબર આઝમ, કહ્યું,-‘આ અહીં જ ખતમ કરો’

ગોપીનાથે પોતાની ટેસ્ટ ડેબ્યૂની પહેલી ઇનિંગમાં અણનમ 50 રન બનાવ્યા હતા, જે તેમના કરિયરનો અંત અંત સુધી સૌથી બેસ્ટ સ્કોર રહ્યો હતો. તેમણે બીજી ઇનિંગમાં 42 રન બનાવ્યા હતા, જેનાથી ભારતને ઇંગ્લેન્ડ સામે ડ્રો કરવામાં મદદ મળી હતી. 

Leave a Reply

Your email address will not be published.