KKRનો સ્કોર 181/4, LSGનો સ્કોર 182/7 : 7માં ક્રમે આવેલા મુકુલે 27 બોલમાં 54 રન અને ચોથા ક્રમે આવેલા આયુષ ભદોઈએ 34 બોલમાં 54 રન ફટકાર્યા
Updated: Apr 9th, 2026
GS TEAM

IPL-2026, KKR vs LSG : આઈપીએલ-2026માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં બેટર મુકુલ રોયે દમદાર બેટિંગ કરીને કોલકાતા પાસેથી જીત છિનવી લખનઉને વિજય અપાવ્યો છે. મુકુલે સાતમાં ક્રમે બેટિંગ આવી માત્ર 27 બોલમાં 54 રન (2 ફોર અને 7 સિક્સ) ફટકારી લખનઉને જીત અપાવી છે.
રહાણે અને રઘુવંશી વચ્ચે 84 રનની ભાગીદારી એડે ગઈ
કોલકાતાએ પ્રથમ બેટિંગ લઈને નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 181 રન નોંધાવ્યા હતા, જેની સામે લખનઉની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 182 રન ફટકારી જીત મેળવી છે. કોલકાતા તરફથી સૌથી વધુ અંગક્રિશ રઘુવંશીએ 45 રન, અજિંક્ય રહાણે 41 રન, રાવમન પોવેલે અણનમ 39 રન અને કેમરોન ગ્રીને અણનમ 32 રન નોંધાવ્યા હતા. તો બોલિંગમાં વૈભવ અરોરા અને અનુકુલ રોયે 2-2 વિકેટ, જ્યારે સુનીલ નરીન, કાર્તિક ત્યાગી અને કેમરોન ગ્રીને 1-1 વિકેટ ઝડપી છે.
— IndianPremierLeague (@IPL) April 9, 2026
આ પણ વાંચો : IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
લખનઉ તરફથી મુકુલ અને ભદોઈની ફિફ્ટી
જ્યારે લખનઉને 8 ઓવરમાં 86 રન કરવાની જરૂર હતી, ત્યારે મુકુલ મેદાનમાં આવ્યો હતો અને તેણે ચારોકેર ફોર અને સિક્સની રમઝટ બોલાવી દીધી હતી. આજની મેચમાં લખનઉ તરફથી માત્ર મુકુલ ચૌધરીએ જ નહીં અયુષ ભદોઈએ પણ દમદાર બેટિંગ કરી છે. બદોઈએ ચોથા ક્રમે આવીને માત્ર 34 બોલમાં 54 રન (7 ફોર, 2 સિક્સ) નોંધાવીને મહત્ત્વનું યોગદાન આપ્યું છે. જ્યારે બોલિંગમાં પ્રિન્સ યાદવ, મનીમરન સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી અને અવેશ ખાને 1-1 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : ભારતીય ક્રિકેટનો એક યુગ આથમ્યો! સૌથી વયોવૃદ્ધ પૂર્વ ખેલાડીનું 96 વર્ષની વયે નિધન

Leave a Reply