માત્ર 15 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કરી શકે છે વૈભવ સૂર્યવંશી! IPL તરફથી BCCI ને મળી મોટી ઓફર

Home » Latest Update » માત્ર 15 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કરી શકે છે વૈભવ સૂર્યવંશી! IPL તરફથી BCCI ને મળી મોટી ઓફર
માત્ર-15-વર્ષની-ઉંમરે-ભારત-માટે-ડેબ્યૂ-કરી-શકે-છે-વૈભવ-સૂર્યવંશી!-ipl-તરફથી-bcci-ને-મળી-મોટી-ઓફર

Vaibhav Sooryavanshi: ભારતીય ક્રિકેટમાં અત્યારે માત્ર એક જ નામની ગુંજ સંભળાઈ રહી છે અને તે છે 15 વર્ષીય વન્ડર કિડ વૈભવ સૂર્યવંશી. IPL 2026ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આ યુવા ખેલાડીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી પસંદગીકારો અને ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે. શુક્રવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે માત્ર 26 બોલમાં 78 રનની આક્રમક ઇનિંગ રમીને વૈભવે સાબિત કરી દીધું છે કે તે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

સચિન તેંડુલકરનો રેકોર્ડ જોખમમાં?

વૈભવના શાનદાર ફોર્મને જોતા તેને આયર્લેન્ડ સામેની આગામી T20 શ્રેણીમાં તક મળે તેવી પ્રબળ શક્યતા છે. જો વૈભવ ડેબ્યૂ કરશે તો તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બની જશે. અત્યારે આ રેકોર્ડ મહાન બેટર સચિન તેંડુલકરના નામે છે, જેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. IPL ચેરમેન અરુણ ધુમલે પણ સોશિયલ મીડિયા પર વૈભવના વખાણ કરતા લખ્યું કે, આ પ્રતિભાશાળી ખેલાડી તેના પ્રદર્શનના આધારે ટીમ ઇન્ડિયા માટે સૌથી યુવા ડેબ્યૂટન્ટ બનવાને પાત્ર છે.

આ પણ વાંચો : ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!

દિગ્ગજ બોલરોની કરી ધુલાઈ

વૈભવે આ મેચમાં ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને કૃણાલ પંડ્યા જેવા અનુભવી બોલરો સામે કોઈ દયા દાખવી નહોતી. ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર હેઝલવુડના માત્ર 4 બોલમાં તેણે 18 રન ફટકાર્યા હતા. આ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં તેણે વિશ્વના શ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહના પહેલા જ બોલે સિક્સર ફટકારીને પોતાની નિર્ભયતાનો પરિચય આપ્યો હતો.

ઓરેન્જ કેપ પર કબજો

માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ અત્યારે IPL 2026માં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ ધારક બની ગયો છે. તેણે 4 મેચમાં 200 રન બનાવ્યા છે. જેમાં બે ફિફ્ટી સામેલ છે અને આ બંને ફિફ્ટી તેણે માત્ર 15-15 બોલમાં પૂરી કરી છે. RCB સામેની મેચમાં 202 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે અજિત અગરકર અને ગૌતમ ગંભીર આ યુવા સનસનાટીને આયર્લેન્ડ પ્રવાસ માટે તક આપે છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published.