CSKની મેચમાં ધોની જોવા ન મળ્યો, કેપ્ટન ઋતુરાજે વાપસીને લઈને આપી મોટી અપડેટ

Home » Latest Update » CSKની મેચમાં ધોની જોવા ન મળ્યો, કેપ્ટન ઋતુરાજે વાપસીને લઈને આપી મોટી અપડેટ
cskની-મેચમાં-ધોની-જોવા-ન-મળ્યો,-કેપ્ટન-ઋતુરાજે-વાપસીને-લઈને-આપી-મોટી-અપડેટ

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News

Google News

CSKની મેચમાં ધોની જોવા ન મળ્યો, કેપ્ટન ઋતુરાજે વાપસીને લઈને આપી મોટી અપડેટ 1 - image

MS Dhoni: આજે શનિવારે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2026ની 18મી મેચ રમાઈ રહી છે. MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટને ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમોમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે ચેન્નાઈની મેચ હોવા છતાં MS ધોની મેદાન પર હાજર નથી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ દરમિયાન જણાવ્યું હતું કે ધોની અત્યારે ટીમ હોટલમાં છે અને ટૂંક સમયમાં વાપસી કરી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો આ દિગ્ગજ ખેલાડી પિંડલી (Calf)ની ઈજાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રથમ બે સપ્તાહની મેચો રમી રહ્યો નથી.

‘ટૂંક સમયમાં ધોની મેદાન પર ઉતરશે’

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ દરમિયાન કહ્યું હતું કે, ‘જેઓ MS ધોની વિશે પૂછી રહ્યા છે, તેમને જણાવી દઉં કે તેઓ હોટલમાં છે અને ટીવી પર મેચ જોઈને અમને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ હા, ટૂંક સમયમાં જ તમે તેમને મેદાન પર ઉતરતા જોશો.’ ગાયકવાડે વધુમાં ઉમેર્યું કે જો હું પણ ટોસ જીત્યો હોત તો પહેલા બોલિંગ જ પસંદ કરત. જો કે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય પણ 50-50 હોઈ શકે છે. અમારી બેટિંગ અત્યારે સારું પ્રદર્શન કરી રહી છે. ડેવાલ્ડ બ્રેવિસનું ટીમમાં આવવું શાનદાર છે, આ સિવાય મેટ હેનરીના સ્થાને આજે ગુરજપનીત રમી રહ્યો છે.

પ્લેઈંગ ઈલેવનમાં શું ફેરફાર?

દિલ્હી કેપિટલ્સે તેમની પ્લેઈંગ ઈલેવનમાં આકિબ નબીને તક આપી છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં ડેવાલ્ડ બ્રેવિસની વાપસી થઈ છે. ટીમે મેટ હેનરીની જગ્યાએ ગુરજપનીત સિંહને ટીમમાં સામેલ કર્યો છે. અગાઉ CSKએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મહેન્દ્ર સિંહ ધોની હાલમાં પિંડલીની ઈજામાંથી બહાર આવવા માટે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યા છે. આ કારણોસર IPL 2026ના પ્રથમ બે અઠવાડિયામાં તેમના રમવાની શક્યતા નથી.’

આ પણ વાંચો: માત્ર 15 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કરી શકે છે વૈભવ સૂર્યવંશી! IPL તરફથી BCCI ને મળી મોટી ઓફર

ધોનીનું IPL ભવિષ્ય

ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ IPLમાં રમવાનું ચાલુ રાખ્યું છે. 44 વર્ષીય ધોનીના IPL ભવિષ્યને લઈને દરેક સિઝનમાં અટકળો લગાવવામાં આવે છે. ધોની હવે માત્ર IPL રમે છે, તેથી તેમના માટે મેચ ફિટનેસ જાળવી રાખવી વધુ પડકારજનક બની જાય છે. ભલે ઋતુરાજ ગાયકવાડ ટીમનો કેપ્ટન હોય, પરંતુ ટીમની રણનીતિ ધોનીની આસપાસ જ ફરે છે. ઉલ્લેખનીય છે કે ધોનીએ ગત IPL સિઝનમાં 14 મેચ રમી હતી અને નીચલા ક્રમે બેટિંગ કરતા ફિનિશરની ભૂમિકા ભજવી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમને વારંવાર ઘૂંટણની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે અને 2023માં તેની સર્જરી પણ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.