IPL 2026માં CSKએ જીતનું ખાતું ખોલ્યું, દિલ્હી કેપિટલ્સની 23 રને હાર, સંજૂની સદી

Home » Latest Update » IPL 2026માં CSKએ જીતનું ખાતું ખોલ્યું, દિલ્હી કેપિટલ્સની 23 રને હાર, સંજૂની સદી
ipl-2026માં-cskએ-જીતનું-ખાતું-ખોલ્યું,-દિલ્હી-કેપિટલ્સની-23-રને-હાર,-સંજૂની-સદી

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News

Google News

IPL 2026માં CSKએ જીતનું ખાતું ખોલ્યું, દિલ્હી કેપિટલ્સની 23 રને હાર, સંજૂની સદી 1 - image

CSK vs DC IPL 2026 CSK Win: IPL 2026ની 18મી લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો આમને-સામને હતી. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે શનિવારે(11 એપ્રિલ, 2026) રમાયેલી આ મેચમાં ચેન્નાઈએ દિલ્હીને 23 રનથી હરાવીને સિઝનની પ્રથમ જીત નોંધાવી છે. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટના નુકસાને 212 રન બનાવ્યા હતા. રન ચેઝ દરમિયાન દિલ્હીની ટીમ 20 ઓવરમાં 189 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

ચેન્નઈએ 212 રન બનાવ્યા

ચેપૉકમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને કુલ 212 રન બનાવ્યા હતા. જેમાં સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમીને 56 બોલમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 115 રન ફટકાર્યા હતા. જ્યારે આયુષ મ્હાત્રેએ 36 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 59 રન કર્યા હતા. જો કે, આયુષ ‘રિટાયર્ડ આઉટ’ થયા પછી પેવેલિયન પાછો ફર્યો હતો. તેના સ્થાને શિવમ દુબેને તક આપવામાં આવી હતી, જેમાં તેણે 10 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 20 રન બનાવ્યા હતા. 

દિલ્હી કેપિટલ્સની બેટિંગ કેવી રહી 

213 રનના ટાર્ગેટ સામે દિલ્હી કેપિટલ્સે સારી શરૂઆત કરી હતી. જેમાં કેએલ રાહુલ અને પથુમ નિસંકાએ આક્રમક બેટિંગ કરીને માત્ર 5 ઓવરમાં 61 રન બનાવ્યા હતા. જો કે, આ જ સ્કોર પર કેએલ રાહુલે વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ પથુમ નિસંકા પણ બીજી જ ઓવરમાં આઉટ થયો હતો.

આ પણ વાંચો: CSKની મેચમાં ધોની જોવા ન મળ્યો, કેપ્ટન ઋતુરાજે વાપસીને લઈને આપી મોટી અપડેટ

દિલ્હીની ઇનિંગ્સમાં 7મી ઓવરના પહેલા બોલ પર કેપ્ટન અક્ષર પટેલ આઉટ થયો અને ટીમનો સ્કોર 66 રન હતો. જ્યારે ડેવિડ મિલર અને સ્ટબ્સ વચ્ચે મજબૂત ભાગીદારી રહી હતી. જો કે, મિલર આખરે 17 રન બનાવીને આઉટ થયો હતો. અંતે આશુતોષ શર્મા અને સ્ટબ્સે ઇનિંગ્સની જવાબદારી સંભાળી હતા. જેમાં આશુતોષે 15મી ઓવરમાં 19 રનનું યોગદાન આપીને વિકેટ ગુમાવી હતી. જ્યારે સ્ટબ્સે 60 રનની ઇનિંગ્સ રમી, પરંતુ તે પોતાની ટીમને વિજય બનાવવામાં અસમર્થ રહ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published.