IPL 2026 : અભિષેક શર્મા ફ્લોપ, ‘0’ પર આઉટ થવામાં રોહિત-સેમસનનો શરમજનક રેકોર્ડ તોડ્યો

Home » Latest Update » IPL 2026 : અભિષેક શર્મા ફ્લોપ, ‘0’ પર આઉટ થવામાં રોહિત-સેમસનનો શરમજનક રેકોર્ડ તોડ્યો
ipl-2026-:-અભિષેક-શર્મા-ફ્લોપ,-‘0’-પર-આઉટ-થવામાં-રોહિત-સેમસનનો-શરમજનક-રેકોર્ડ-તોડ્યો

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News

Google News

IPL 2026 : અભિષેક શર્મા ફ્લોપ, ‘0’ પર આઉટ થવામાં રોહિત-સેમસનનો શરમજનક રેકોર્ડ તોડ્યો 1 - image

IPL 2026 Abhishek Sharma Record : સનરાઇઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા માટે IPL-2026 અત્યાર સુધી નિરાશાજનક રહી છે. આજે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જોફ્રા આર્ચરના પહેલા જ બોલ પર આઉટ થઈને તેણે કારકિર્દીનો પ્રથમ ‘ગોલ્ડન ડક’ (પહેલા બોલે શૂન્ય પર આઉટ) નોંધાવ્યો હતો. આ સાથે જ વર્ષ 2026માં શૂન્ય પર આઉટ થવાનો અભિષેકનો સિલસિલો વધુ લંબાયો છે. વર્ષ 2026માં અભિષેક શર્મા અત્યાર સુધીમાં કુલ 7 વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે. આ સાથે તેણે એક કેલેન્ડર વર્ષમાં ટી20 ફોર્મેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો ભારતીય રેકોર્ડ બનાવ્યો છે.

સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ 

  • અભિષેક શર્મા (2026): 7 વખત (18 ઇનિંગ્સ)
  • રોહિત શર્મા (2018): 6 વખત (32 ઇનિંગ્સ)
  • સંજુ સેમસન (2024): 6 વખત (32 ઇનિંગ્સ)
  • ગુરકીરત સિંહ માન (2013): 5 વખત (19 ઇનિંગ્સ)

અભિષેકના નામે 4 ગોલ્ડન ડક

આ વર્ષે અભિષેક ન્યૂઝીલેન્ડ સામે 2 વાર, T20 વર્લ્ડ કપમાં 3 વાર, LSG સામે 1 વાર અને હવે RR સામે શૂન્ય પર આઉટ થયો છે. તેના નામે આ વર્ષે 4 ગોલ્ડન ડક પણ બોલે છે. તેની આક્રમક શૈલી અને પહેલા જ બોલથી મોટા શોટ રમવાની કોશિશ ઘણીવાર તેને ભારે પડી રહી છે.

આ પણ વાંચો : IPL 2026: પ્રફુલ હિંગેએ રાજસ્થાન રોયલ્સ રગદોળી નાખ્યું!, એક બાદ એક ચાર વિકેટ ખેરવી તરખાટ

ભલે અભિષેક 16 વખત શૂન્ય પર આઉટ થયો, પરંતુ સ્ટ્રાઈક રેડ જોરદાર

સમગ્ર ટી20 કારકિર્દીમાં અભિષેક અત્યાર સુધી 16 વખત ‘ડક’ પર આઉટ થયો છે. જોકે, તેનો સ્ટ્રાઈક રેટ તેની તાકાત સાબિત કરે છે. IPLની 82 મેચોમાં તેણે 165.67ના સ્ટ્રાઈક રેટથી 1945 રન બનાવ્યા છે. T20 વર્લ્ડ કપ 2026માં પણ શરૂઆતની ત્રણ ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયા બાદ તેણે સુપર-8માં 55 રન અને ફાઇનલમાં 52 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને ટીમનો ભરોસો જીત્યો હતો.

આ પણ વાંચો : IPL 2026: હારની હેટ્રિકથી નારાજ હાર્દિક પંડ્યાએ MI પ્લેયર્સ પર ગુસ્સો ઠાલવ્યો, જુઓ VIDEO

Leave a Reply

Your email address will not be published.