IPL 2026: હારની હેટ્રિક બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે ગુડ ન્યૂઝ, સ્ટાર ઓલરાઉન્ડર ટીમ સાથે જોડાશે

Home » Latest Update » IPL 2026: હારની હેટ્રિક બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે ગુડ ન્યૂઝ, સ્ટાર ઓલરાઉન્ડર ટીમ સાથે જોડાશે
ipl-2026:-હારની-હેટ્રિક-બાદ-મુંબઈ-ઈન્ડિયન્સ-માટે-ગુડ-ન્યૂઝ,-સ્ટાર-ઓલરાઉન્ડર-ટીમ-સાથે-જોડાશે

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News

Google News

IPL 2026: હારની હેટ્રિક બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે ગુડ ન્યૂઝ, સ્ટાર ઓલરાઉન્ડર ટીમ સાથે જોડાશે 1 - image

IPL 2026: હારની હેટ્રિક સહન કરનાર મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર વિલ જેક્સ આ અઠવાડિયે ભારત પહોંચીને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાવાનો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટના વ્યસ્ત શિડ્યુલને કારણે તે IPL 2026ની શરૂઆતની ચાર મેચ રમી શક્યો ન હતો.

વિલ જેક્સનું જોરદાર પ્રદર્શન

27 વર્ષીય જેક્સ હાલમાં ઈંગ્લેન્ડ માટે એશિઝ શ્રેણીમાં રમ્યો હતો, જ્યાં તેણે પાંચમાંથી ચાર ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. આ પછી તે શ્રીલંકા પ્રવાસ અને ટી20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ રહ્યો હતો. વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, જ્યાં તેણે 226 રન બનાવ્યા અને 9 વિકેટ ઝડપીને ટીમને સેમિફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની વાપસી એવા સમયે થઈ રહી છે જ્યારે આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટીમે ચારમાંથી માત્ર એક જ મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં નીચેના ક્રમે છે.

ટીમની બોલિંગ અને વ્યૂહનીતિ પર સવાલો

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 241 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા મુંબઈને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમની બોલિંગ અને વ્યૂહનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ પોલાર્ડે પુષ્ટિ કરી છે કે વિલ જેક્સ ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે.

આ પણ વાંચો: ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!

પોલાર્ડે જેક્સ વિશે શું કહ્યું?

પોલાર્ડે કહ્યું કે જેક્સની ઓલરાઉન્ડર ક્ષમતા ટીમ માટે ઘણી મહત્વની સાબિત થઈ શકે છે. તે બેટિંગની સાથે બોલિંગમાં પણ યોગદાન આપી શકે છે, ખાસ કરીને મિડલ ઓવરોમાં જ્યાં ટીમ અત્યાર સુધી સંઘર્ષ કરતી જોવા મળી છે. મુંબઈ ઈન્ડિયન્સ હવે તેની આગામી મેચમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે, જેનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરી રહ્યો છે. આ પછી ટીમ ફરી એકવાર RCB સામે ટકરાશે. આવી સ્થિતિમાં વિલ જેક્સની વાપસી ટીમ માટે યોગ્ય સમયે થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.