આખરે મુંબઈ ઈન્ડિયન્સનો વિજય! ગુજરાત ટાઈટન્સને 99 રને હરાવી IPL 2026માં સૌથી મોટી જીત મેળવી

Home » Latest Update » આખરે મુંબઈ ઈન્ડિયન્સનો વિજય! ગુજરાત ટાઈટન્સને 99 રને હરાવી IPL 2026માં સૌથી મોટી જીત મેળવી
આખરે-મુંબઈ-ઈન્ડિયન્સનો-વિજય!-ગુજરાત-ટાઈટન્સને-99-રને-હરાવી-ipl-2026માં-સૌથી-મોટી-જીત-મેળવી

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News

Google News

આખરે મુંબઈ ઈન્ડિયન્સનો વિજય! ગુજરાત ટાઈટન્સને 99 રને હરાવી IPL 2026માં સૌથી મોટી જીત મેળવી 1 - image

GT Vs MI Highlight:  IPL 2026ની 30મી મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રનના મોટા અંતરથી હરાવ્યું છે. પહેલા બેટિંગ કરતા મુંબઈની ટીમે ગુજરાતને 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ગિલની આગેવાની હેઠળની ટીમ માત્ર 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

અશ્વિની કુમારે 4 વિકેટ ઝડપી

બીજી તરફ, સતત 6 મેચોમાં ખાલી હાથે રહેલા જસપ્રીત બુમરાહે પણ પોતાની પ્રથમ વિકેટ ઝડપીને ટીમને બોલિંગમાં શાનદાર શરૂઆત અપાવી હતી. ત્યારબાદ, સીઝનની પોતાની પ્રથમ મેચ રમી રહેલા ઝડપી બોલર અશ્વિની કુમારે 4 વિકેટ ઝડપીને મુંબઈની જીત પર મહોર લગાવી દીધી હતી.

મુંબઈ 10મા નંબરેથી 7મા નંબરે પહોંચ્યું

સતત ચાર હાર બાદ આ જીતની સાથે જ મુંબઈની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાનેથી સીધી 7મા સ્થાને પહોંચી ગઈ છે. મુંબઈના હવે 6 મેચમાં 4 પોઈન્ટ છે. પરંતુ તેનો નેટ રન રેટ CSK અને લખનઉ કરતા સારો છે, જેના કારણે તે 7મા નંબરે આવી ગઈ છે. બીજી તરફ, ગુજરાત 6 મેચમાં 6 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.

પોઈન્ટ ટેબલ પર કરો નજર

આખરે મુંબઈ ઈન્ડિયન્સનો વિજય! ગુજરાત ટાઈટન્સને 99 રને હરાવી IPL 2026માં સૌથી મોટી જીત મેળવી 2 - image

સૌથી મોટી જીતનો રેકોર્ડ

મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રને હરાવ્યું. IPL 2026માં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીતના મામલે MIએ પંજાબ કિંગ્સને પાછળ છોડી દીધું છે. પંજાબ કિંગ્સે ગત રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સને 54 રનના અંતરથી હરાવ્યું હતું. પરંતુ હવે મુંબઈએ વર્તમાન સીઝનનીની સૌથી મોટી જીતનો રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે.

સ્કોર કાર્ડ

MI: 199/5(20)

GT: 100(15.5)

તિલકે સેમસનનો રેકોર્ડ તોડ્યો, જયસૂર્યાના રેકોર્ડની પણ બરાબરી કરી

મુંબઈ ઈન્ડિયન્સના યુવા સ્ટાર તિલક વર્માએ આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ સામે સૌથી ઝડપી સદી ફટકારી અનેક રેકોર્ડ નોંધાવ્યા છે. પાંચમાં ક્રમાંકે આવેલા તિલકે માત્ર 45 બોલમાં 7 સિક્સ અને 8 ફોર ફટકારી 101 રનની વિસ્ફોટ બેટિંગ કરી છે. આ સદી સાથે તિલક વર્મા આઈપીએલ ઈતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. અગાઉ મુંબઈ માટે સનથ જયસૂર્યાએ 2008માં ચેન્નાઈ સામે 45 બોલમાં સદી ફટકારી હતી, હવે તિલકે તે રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ ઉપરાંત, તેણે સંજુ સેમસનનો 52 બોલમાં સદીનો રેકોર્ડ તોડ્યો છે. તિલકે આઈપીએલ કારકિર્દીની આ પ્રથમ સદી ફટકારી છે.

23 બોલમાં 82 રન ફટકાર્યા

આ ઈનિંગ એક સમયે અશક્ય લાગતી હતી, કારણ કે તિલક વર્મા શરૂઆતના 20 બોલમાં માત્ર 17 રન બનાવીને રમી રહ્યો હતો. જોકે, ત્યારબાદ તેણે વિસ્ફોટ બેટિંગ શરૂ કરી દીધી છે. તેણે 21થી 30 બોલની વચ્ચે 30 રન ઠોક્યા હતા, જેમાં અશોક શર્માની એક જ ઓવરમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 26 રન ઝૂડી કાઢ્યા હતા. તિલકે તેની પ્રથમ 22 બોલમાં માત્ર 86.36 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા, પરંતુ તે પછીની 23 બોલમાં 356 ના અકલ્પનીય સ્ટ્રાઈક રેટથી 82 રન જુડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.